કેન્યાના એબેર્ડેર નેશનલ પાર્કમાં શનિવારની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને ઝડપથી ફેલાતી રોકાવા માટે ફોરેસ્ટ રેન્જર્સ અને વોલંટિયર્સે 24 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ પાર્ક રાજધાની નૈરોબીના આશરે 100 કિલોમીટર્સ (60 માઇલ્સ)માં પથરાયેલો છે. એબેર્ડેન પર્વતમાળામાં આવેલો આ પાર્ક અદભૂત વોટરફોલ અને વાંસના લીલાછમ જંગલો તથા હાથી, ચિત્તો અને વિલુપ્ત થઈ રહેલા બ્લેક ગેંડા સહિતના જંગલી પ્રાણીનું આશ્રયસ્થાન છે.
કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ (KWS)ના જણાવ્યા અનુસાર ભારે પવનને કારણે આગળ ઝડપથી ફેલાઈ રહી છે. પાર્કના ઘાસમાં આગ લાગી હતી
એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે રવિવારે જણાવ્યું હતું કે “અમે આગને કાબુમાં લેવા માટે આજુબાજૂના સમુયદાયના લોકો અને સ્ટાફને કામે લગાડ્યો હતો અને તેઓ ખરેખર શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છે.”
બ્રિટનના મહારાણી એલિઝાબેથ-IIએ પ્રિન્સેસ તરીકે કેન્યાની મુલાકાત લીધી હતી ત્યારે આ પાર્કનું નામ ઇતિહાસમાં અંકિત થયું હતું. અહીં તેમને પિતાના મોતના સમાચાર મળ્યા હતા, મહારાણી તે સમયે એબેર્ડેન જંગલના એક વૃક્ષ પર બનાવવામાં આવેલી ગેમ વોચિંગ ટ્રીટોપ્સ હોટેલમાં રોકાયા હતા.
કેન્યાની ચેરિટી સંસ્થા રિનો પાર્કે જણાવ્યું હતું કે આ આગથી જંગલને થયેલા નુકસાનનું આકલન કરવા હેલિકોપ્ટરથી એરિયલ સરવે કરવામાં આવ્યો છે. જંગલના સંરક્ષણ માટે સ્થાપવામાં આવેલા માઉન્ટ કેન્યા ટ્રસ્ટે રવિવારે જણાવ્યું હતું કે તેને આગ કાબૂમાં લેવા એક ટીમ રવાના કરી છે.