શરાબ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીની એક કોર્ટે ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ ચાર દિવસ માટે એટલે કે પહેલી એપ્રિલ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.
બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ AAP નેતા અરવિંદ કેજરીવાલને મુખ્યપ્રધાન પદેથી હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ને ફગાવી ગુરુવાર, 28 માર્ચે ફગાવી દીધી હતી.
કેન્દ્રીય એજન્સી ઈડીએ કેજરીવાલને કસ્ટડીમાં લીધા પછી હાલમાં તેઓ જેલમાં છે અને ત્યાંથી જ સરકાર ચલાવાનો દાવો કરી રહ્યાં છે. કેજરીવાલ જેલમાં હોવાથી તેમને મુખ્યપ્રધાન પદેથી હટાવવા માટે અરજી થઈ હતી, જેને ફગાવી દેતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે કેજરીવાલને મુખ્યપ્રધાન પદેથી હટાવવા કે નહીં તે નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું નહીં પરંતુ એક્ઝિક્યુટિવ તંત્રનું છે. સુરજિત સિંહ યાદવ નામના અરજકર્તાએ કેજરીવાલને હટાવવા માટે અરજી કરી હતી. કોર્ટે તેમના વકીલને પૂછ્યું કે કેજરીવાલ મુખ્યપ્રધાન પદે ન રહી શકે તેવી કઈ કાયદાકીય મનાઈ છે? કોર્ટે કહ્યું હતું કે પ્રેક્ટિકલી જોવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ છે. પરંતુ એ વાત અલગ છે. લીગલ અવરોધ ક્યાં છે