બ્રિટનમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ આતંક મચાવી રહ્યો છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે યુકેમાંથી ભારત માટેની તમામ ફ્લાઇટ પર તાકીદે પ્રતિબંધ મૂકવાની સોમવારે માગણી કરી હતી. બીજી તરફ ભારતના આરોગ્યપ્રધાન હર્ષવર્ધને સોમવારે જણાવ્યું હતું કે આ અંગે ગભરાટની જરૂર નથી સરકાર બ્રિટનનના નવા પ્રકારના કોરોનાવાઇરસથી સંપૂર્ણ માહિતગાર છે. સરકાર સંપૂર્ણ એલર્ટ છે.
સોમવારે કરેલી ટ્વીટમાં કેજરીવાલે જણાવ્યું હતું કે બ્રિટનમાં નવા પ્રકારનો કોરોનો ઊભો થયો છે, જે સુપર સ્પ્રેડર છે. હું યુકેથી તાકીદના ધોરણે તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાનો ભારત સરકારને અનુરોધ કરું છું.
રવિવારે બ્રિટનના આરોગ્યપ્રધાન લંડન અને સાઉથઇસ્ય ઇંગ્લેન્ડમાં આકરું લોકડાઉન લાદ્યું હતું, કારણ કે નવો વાઇરસ અંકુશ બહાર ગયો છે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને શનિવારે જાહેરાત કરી હતી કે લાખ્ખો લોકોએ ક્રિસમસની યોજના પડતી મૂકવી પડશે.