દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે અમેરિકાની વેક્સિન ઉત્પાદક કંપનીઓ ફાઇઝર અને મોડર્નાએ દિલ્હીની રાજ્ય સરકારને કોરોના વેક્સિનનું સીધું વેચાણ કરવાનો ઇનકાર કર્યો છે. કંપનીઓ કેન્દ્ર સરકારને વેચાણ કરવા માગે છે. જોકે આ મુદ્દે મોડર્ના કે ફાઇઝરની કોઇ પ્રતિક્રિયા મળી શકી ન હતી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. કેજરીવાલે કહ્યું કે, ફાઇઝર અને મોડર્ના સાથે વેક્સિન ખરીદવા માટે અમારી વાત થઇ હતું, પરંતુ તેમણે કહ્યું કે તમને નહીં આપીએ કેન્દ્ર સરકાર સાથે વાત કરીશું.
પંજાબ સરકારે પણ અગાઉ આવું નિવેદન આપ્યું હતું. પંજાબના કોવિડ વેક્સિનેશનના નોડલ ઓફિસર વિકાસ ગર્ગે રવિવારે કહ્યું હતું કે, સરકારે મોડર્ના સાથે વેક્સિનને લઇને સંપર્ક કર્યા હતો પરંતુ કંપનીએ તેમને સીધી ડીલ કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે વેક્સિનના સપ્લાય અંગે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1મેથી પુખ્તવયના તમામ લોકો માટે વેક્સીનેશનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી અને રાજ્યોને સપ્લાય માટે પોતાની રીતે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. ભારતમાં વેક્સીનની અછત છે, કારણ કે સ્થાનિક ઉત્પાદન માસિક 80 મિલિયન ડોઝ છે.