Keith Vaz (Photo by Carl Court/Getty Images)
બાર્ની ચૌધરી દ્વારા
વર્લ્ડ વોર પછી બ્રિટિશ સંસદના સૌપ્રથમ ચૂંટાયેલા સાઉથ એશિયન સાંસદ, લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા કીથ વાઝ તેમની જૂની બેઠક લેસ્ટર ઈસ્ટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આ પગલું રાજકારણની દુનિયામાં ઘણા લોકો માટે એક મોટું આશ્ચર્ય છે અને તે લેબર પાર્ટી માટે ડરનું કારણ બનશે, એમ સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું.
પોતાની ઉમેદવારીની જાહેરાત કરતી પત્રિકામાં તેમણે લખ્યું હતું કે  “ઘણા લોકોએ મને ફરીથી ઊભા રહેવાનો અનુરોધ કર્યો હતો. મેં તેમ કરવાનો નિર્ણય કર્યો છે અને વધુ એક ટર્મ માટે તેમના ઉમેદવાર બનવા લેસ્ટરની સૌથી નવી પાર્ટી, ‘વન લેસ્ટર’નું નોમિનેશન સ્વીકાર્યું છે.”
તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે વાઝ જાણે છે કે લોકો માટે શું મહત્વનું છે,
ચૂંટણીપ્રચારના મુદ્દા
સ્થાનિક લોકોએ લેબર પાર્ટીના મેયર પીટર સોલ્સ્બીને દિવાળીનો લાઇટ સ્વીચ-ઓન  કાર્યક્મ પડતો મૂકવાનો નિર્ણય ફેરવી તોળવાનું દબાણ કરવા માટે એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમ યુરોપમાં સૌથી મોટી હિન્દુ ઉજવણી મનાય છે અને ઇસ્ટ લેસ્ટર માટે તે એક મહત્ત્વનો કાર્યક્રમ છે.
પત્રિકામાં કીથ વાઝે જણાવ્યું હતું કે આજે હું જે જોઉં છું તેનાથી હું ચોંકી ગયો છું, આટલી બધી તકો હોવા છતાં લેસ્ટર અજાણ્યું છે અને નાદારીની અણી પર છે. લેબર મેયરે જાહેરાત કરી કે તેઓ પ્રખ્યાત લેસ્ટર માર્કેટ બંધ કરશે અને આપણી સૌથી પ્રખ્યાત ઇવેન્ટમાંની એક દિવાળી સ્વિચ ઓન સમારોહ પણ બંધ કરશે. શું આગામી સમયમાં ક્રિસમસ લાઇટ્સનો વારો આવશે?”
વાઝે મુસ્લિમ મતદારોને પણ રીઝવવાના પ્રયાસ ચાલુ કર્યા છે, કારણ કે મધ્ય પૂર્વમાં સંઘર્ષના મુદ્દે બંને મુખ્ય પક્ષોએ મુસ્લિમોનું સમર્થન ગુમાવ્યું છે. કરદાતાઓના લાખો પાઉન્ડ આંતરરાષ્ટ્રીય યુદ્ધો પર ખર્ચાઈ રહ્યા છે. ગાઝા યુદ્ધમાં હજ્જારો લોકો માર્યા ગયા છે એ મુદ્દે ટોરી અને લેબર બંનેની નીતિઓ એક સમાન છે.
કાઉન્સિલે કહ્યું કે તે એ હકીકત અંગે ખુલ્લું મન રાખવા માંગે છે કે બે ઇવેન્ટનો ખર્ચ ‘પરવડે નહીં તેવો’ હતો અને તેને ‘વૈકલ્પિક ભંડોળ’ની જરૂર છે.
સ્થાનિક ઉમેદવાર
વાઝે 32 વર્ષ સુધી આબેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે બેઠક પર લેબર આઉટસાઇડર ગણાય તેવો ઉમેદવાર લાવી છે. વાઝ 2019માં આ બેઠક પરથી ખસી ગયાં હતાં. લેબર પાર્ટીની લેસ્ટર ઈસ્ટ બ્રાન્ચે ગયા વર્ષે નવેમ્બરમાં રાજેશ અગ્રવાલની પસંદગી કરી હતી, તેઓ લંડનના બિઝનેસ ક્ષેત્ર માટેના ડેપ્યુટી મેયર હતાં.
લેસ્ટર લેબર પાર્ટીના એક સભ્યે કહ્યું હતું કે અમે ફક્ત કોઈ સ્થાનિક ઉમેદવાર ઇચ્છતા હતાં. પાર્ટીએ આ સેફ સીટ પર કોઈને પેરાશૂટ કરવાને બદલે સ્થાનિક ઉમેદવાર પસંદ કરવો જોઇતો હતો. લેસ્ટર ઇસ્ટમાં દરેક જણ જાણે છે કે એક મહાન મતવિસ્તારના સાંસદ કીથ શું છે. તેમની ખામીઓ ભલે હોય, તેમણે અમારા માટે ખૂબ મહેનત કરી છે. જો અમને કંઈપણની જરૂર હોય તો અમે કીથ પાસે જતાં હતાં અને તેઓ અમારી સમસ્યાઓ દૂર કરતાં હતાં.
2019માં વાઝની જગ્યાએ સાંસદ બનેલા ક્લાઉડિયા વેબ પણ લેબર પાર્ટીની ટિકિટ પર લડ્યાં હતા. તેમને માત્ર આશરે 6,000ની મેજોરિટી મળી હતી.
પોલીસ તપાસ ચાલુ થઈ હોવા છતાં વાઝ 2017માં તેમની આઠમી સામાન્ય ચૂંટણીમાં તેમની સૌથી મોટી બહુમતી લગભગ 23,000 વોટથી જીત્યાં હતાં.
કાશ્મીર
મહિલા ઉત્પીડનના આરોપમાં દોષિત જાહેર થયા પછી લેબરે 2021માં પડતા મૂક્યા પછી વેબ હવે અપક્ષ તરીકે મેદાનમાં છે. અન્ય એક અનામી સ્ત્રોતે જણાવ્યું હતું કે ક્લાઉડિયા સામે જે સમસ્યા હતી તે એ હતી કે તેમનો જન્મ અને ઉછેર લેસ્ટરમાં થયો હોવા છતાં તેમની ગણતરી સ્થાનિક તરીકે થતી નહોતી.
આ ઉપરાંત દક્ષિણ એશિયનો 2019માં લેબર પાર્ટી કોન્ફરન્સ દરમિયાન એક કાર્યક્રમની અધ્યક્ષતા માટે તેમને ક્યારેય માફ કરી શક્યા નથી. આ કાર્યક્રમમાં કાશ્મીરના મુદ્દે ભારતની ટીકા કરાઈ હતી. આ ઉપરાંત તેઓ કીથ જેવા નહોતાં. તેથી ગમે તેટલું કામ કર્યું હોય, પણ ક્લાઉડિયા ક્યારેય લોકોના દિલ જીતી શક્યા નહીં.
છ ઉમેદવારોએ આ સીટ માટે લડવાનો ઈરાદો જાહેર કર્યો છે અને વાઝ હવે સાતમાં ઉમેદવાર છે. આમાંથી પાંચ ઉમેદવારો દક્ષિણ એશિયાનનો છે, જેમાં એક ઉમેદવાર એન્ટિ-ઇમિગ્રેશન રીફોર્મ યુકે માટે ઊભા છે.
વાઝના સમર્થકોએ ‘ગરવી ગુજરાત’ ને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમનો ઉમેદવાર જીતી જશે, કારણ કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સાંસદ નહીં હોવા છતાં પણ લેસ્ટરમાં લોકો માટે તેઓ કામ કરી રહ્યા છે.
ભૂતકાળની સમસ્યાઓ
વાઝ સાંસદ હતા ત્યારે તેમનો ભૂતકાળ વિકટ રહ્યો છે, પરંતુ તેના પર વિજય મેળવ્યો હતો. સંસદ દ્વારા રચવામાં આવેલી સ્વતંત્ર પેનલે સ્ટાફના સભ્ય સામે ગુંડાગીરી કરવાનો આરોપ મૂક્યો હતો. એક રાષ્ટ્રીય અખબારે સ્ટિંગ’ ઓપરેશન કર્યું હતું, જેમાં તેમને પુરૂષ એસ્કોર્ટ્સ સાથેની મીટિંગ દરમિયાન કોકેઈન ખરીદવાની ઓફર કરતા રેકોર્ડ કરાયાં હતાં.
લેબર પાર્ટીના અક સભ્યે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે તેમની ખામીઓ હશે, પરંતુ તેઓ તેમની ભૂલોમાંથી શીખ્યા છે. તેમના માટે આ પ્રકરણનો અંત આવી ગયો છે અને હવે યોગ્ય કામ કરવા માગે છે.
પરંતુ એવી કઈ બાબત છે કે જેનાથી વાઝ ફરીથી ચૂંટણી લડવા તૈયાર થયા છે? તેમણે જણાવ્યું હતું કે ડિયાન એબટની સાથે જેવો વ્યવહાર થયો હતો તેના કારણે પોતે આ નિર્ણય કર્યો છે. હું ડિયાન સાથે ચૂંટાયો હતો. હું તેમના તમામ રાજકીય મંતવ્યો સાથે સંમત નથી, પરંતુ હું તેમને એક મિત્ર માનું છું. તેમની સાથે ખૂબ જ ખરાબ અને આદર વગરનો વ્યવહાર કરાયો હતો.
ઉમેદવારોની યાદી [6 જૂન સુધી]:
રાજેશ અગ્રવાલ – લેબર
ઝફર હક – લિબરલ ડેમોક્રેટ્સ
મેગ્સ લેવિસ – ગ્રીન પાર્ટી
શિવાની રાજા – કન્ઝર્વેટિવ
રાજ સોલંકી – રીફોર્મ યુકે
કીથ વાઝ – વન લેસ્ટર
ક્લાઉડિયા વેબ – અપક્ષ

LEAVE A REPLY