કીથ વાઝની કવિતા: શા માટે તેઓ લેસ્ટરને પ્રેમ કરે છે

0
618

કોરોનાવાયરસના રોગચાળા બાદ સમગ્ર વિશ્વમાં લેસ્ટર શહેરની છબીને વેગ આપવા માટે એક નવી પહેલ અંતર્ગત લેસ્ટરના રહેવાસીઓને ‘તમે લેસ્ટરને કેમ પ્રેમ કરે છો’ તેની વાત, કવિતા કે અન્ય સ્વરૂપે માહિતી આપતા વિડિઓઝ મોકલવા અપીલ કરવામાં આવી છે.

આ યોજનાના આયોજકોએ કીથ વાઝને પ્રથમ સંદેશા માટે પસંદ કર્યા છે. શ્રી વાઝે તેમની પોતાની કવિતા લખી લેસ્ટર કેમ તેમના માટે એક વિશેષ શહેર છે તે કવિતા દ્વારા વિડીયોમાં વર્ણવ્યું છે. તેમના શબ્દો પ્રખ્યાત સંગીતકાર કિશોર ખાન દ્વારા સંગીત પર સેટ કરવામાં આવ્યા છે.

કિથ વાઝે જણાવ્યું હતું કે ‘’મને ફાળો આપવા કહેવામાં આવ્યું તેથી મને “આનંદ” થયો છે. મેં પ્રાથમિક શાળાથી કવિતા લખી નથી, પરંતુ મારે કવિતા દ્વારા લેસ્ટર મારા માટે શું છે અને લેસ્ટરના લોકોએ અને સ્થળએ મારા જીવન પર કેવી અસર કરી છે તે હું બતાવવા માગતો હતો. તે ખરેખર એકદમ સરળ હતું. હું આ શબ્દો અને સ્થળોએ 35 વર્ષથી જીવું છું. લેસ્ટર રહેવા અને કાર્ય કરવા માટે યુકેનું એકદમ શ્રેષ્ઠ શહેર છે.’’

આપ પણ કિથ વાઝની કવિતા સાંભળી તેનો આનંદ માણવા માંગતા હો તો અહીં ક્લીક કરો:  https://youtu.be/MfI8icrhDwQ જે લોકો લેસ્ટર તેમને માટે શું છે તે જણાવવા માંગતા હોય તેમને પોતાનો વીડિયો સંદેશો ઇમેઇલ [email protected] પર મોકલવા અથવા સોશ્યલ મિડીયા પર #loveleicesterથી હેશટેગ કરવા વિનંતી કરવામાં આવી છે.