લેસ્ટર ઇસ્ટના પૂર્વ સંસદ કીથ વાઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “મારા માટે લેસ્ટર એ વિશ્વનું સૌથી મોટું શહેર છે. વિવિધ ભાષાઓ, સંસ્કૃતિ અને વંશીયતાના આટલા બધા લોકો એકબીજા સાથે સુમેળમાં રહે છે. અમે દિવાળી, ઈદ અને વૈસાખીને એક મોટા સુખી કુટુંબ તરીકે ઉજવીએ છીએ. તાજેતરની ઘટનાઓ જોઈને હું દુઃખી છું. કેટલાક લઘુમતી લોકો લેસ્ટરની ભાવનાને નષ્ટ કરવા માગે છે.”