લેબર નેતા સર કેર સ્ટાર્મરે ચેનલ 4 ના સન્ડે બ્રંચ કૂકરી પ્રોગ્રામમાં 19 મે રવિવારના રોજ ટિમ લવજોય અને ભૂતપૂર્વ BBC સ્ટ્રિક્લી કમ ડાન્સિંગ સ્ટાર સિમોન રિમર સાથે હાજરી આપી તંદૂરી સામનની ડીશ બનાવી હતી. પ્રોગ્રામના હોસ્ટ દ્વારા સર કેરને રસોડામાં ‘ફ્લોર ક્રોસ’ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સર કેરે કહ્યું હતું કે તેઓ તેમના બાળકો સાથે સમય પસાર કરવાને પ્રાથમિકતા આપે છે અને જ્યારે તેઓ શુક્રવારે રાત્રે ઘરે આવે છે ત્યારે રાજકારણ છોડી દે છે.

તેમણે શોમાં સામન કાપીને તેમાં મરીનેડ ભેળવ્યું હતું અને કહ્યું હતું કે ‘’મને રસોઈ પસંદ છે અને તેનાથી રિલેક્ષ થાઉં છું. સામાન્ય રીતે શનિવારે સાંજે હું રસોઇ કરુ છું. પત્ની વિક્ટોરિયા, 15 વર્ષના પુત્ર અને 13 વર્ષની પુત્રી માટે સમય કાઢવા માટે ખૂબ જ ચોક્કસ રહુ છું. શુક્રવારની રાત્રે, હું ટીમને કહીશ કે હું સાંજે 6 વાગ્યા પછી કોઈ મીટિંગ્સ કરવાનો નથી. કારણ કે અમે બાળકો ઘરે સમય વિતાવીશું.’’

સર કેરે કહ્યું હતું કે ‘’હું માનુ છું કે તાજેતરના વર્ષોમાં સાંસદોની એકબીજા સાથેની વર્તણૂક “ખૂબ ઝેરી અને ખૂબ વિભાજિત” બની ગઈ છે, અને વડા પ્રધાન બનવાની અસર તેમના બાળકો પર પડી શકે છે તેની ચિંતા છે.

ગયા અઠવાડિયે, વડા પ્રધાન ઋષિ સુનક ITVના ‘લૂઝ વુમન’ પર દેખાયા હતા અને તેમની સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં હારી જાય તો પણ તેમણે સાંસદ તરીકે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

LEAVE A REPLY