વેસ્ટ લંડનના હેનવેલમાં રહેતા 34 વર્ષીય કવલ રાયજાદા અને તેની 59 વર્ષીય પત્ની આરતી ધીર પર કથિત રીતે 2019 અને 2021 ની વચ્ચે 37 કોમર્શિયલ ફ્લાઈટમાં લાખો પાઉન્ડના કોકેઈન અને ડ્રગ્સ મોકલવાના આરોપસર ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમણે કાળી કમાણીને બ્રિટનમાં લોન્ડરિંગ કરી હતી એવું કોર્ટને કહેવામાં આવ્યું હતું.
આ દંપતીએ બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને ઇમ્પોર્ટ કાર્ગો કાયદેસર હોવાનું બતાવવા નકલી કંપનીઓ અને કાગળ બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન એજન્સીઓએ યુકેની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) ને સૂચના આપતા દંપતીના ફ્લેટ પર દરોડો પાડતા નોંધપાત્ર પ્રમાણમાં “રોકડ અને બુલિયન” મળી આવ્યું હતું. જો કે ધીર અને રાયજાદાએ અત્યાધુનિક મલ્ટિમિલિયન-પાઉન્ડના ડ્રગ સ્મગલિંગ ઓપરેશન અને ગુનાહિત મિલકતના ટ્રાન્સફર સંબંધિત 33 આરોપોને નકાર્યા છે.
સોમવારે સધર્ક ક્રાઉન કોર્ટમાં તેમની ટ્રાયલ ટ્રાયલ ચાલુ છે. મે 2021માં સિડની એરપોર્ટ પર પોલીસે યુકેથી ફ્લાઇટમાં પહોંચેલા કન્સાઇનમેન્ટને અટકાવી તપાસ કરતા £57 મિલિયનનું 568 કિલો કોકેઈન મળી આવ્યું હતું.