અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની અટકળો વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે દિવાળી પર વિકી કૌશલના મમ્મી વીણા કૌશલે કેટરીના કૈફને ખાસ દિવાળી ગિફ્ટ મોકલી હતી.
વિકીના મમ્મીએ પોતે પસંદ કરેલું દિવાળી હેમ્પર થનારી કેટરીના કૈફને મોકલ્યું હતું. ભારતીય પરંપરા મુજબમાં લગ્ન નક્કી થઈ ગયા બાદ વર અને કન્યાનો પરિવાર એકબીજાને ત્યાં શુકનમાં કંઈ મોકલે છે, તેથી વિકીના પરિવારે પણ કેટરીના કૈફ માટે ભેટ મોકલી હતી. થનારા સાસુ તરફથી કેટરીનાને મળેલા ગિફ્ટ હેમ્પરમાં ઘરે બનાવેલી ડાર્ક ચોકલેટ તથા ભારતીય મીઠાઈ, નમકીનના પેકેટ, કેટલીક સાડી અને જ્વેલરી હતી.
મીડિયા અહેવાલ મુજબ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો સમારોહ 7થી9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ યોજાવાનો છે. તેઓ રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કથી 30 કિમી દૂર આવેલા 700 વર્ષ જૂના મહેલ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કરવાના છે. આ માટેનું બૂકિંગ તેમણે કરાવી દીધું છે.
કેટરીના કૈફ મહારાણી સ્ટાઈલમાં લગ્ન કરવા ઈચ્છતી હતી. લગ્નના દિવસે તે ઈન્ડિયન જ્વેલરી અને બ્રાઈડલ વેઅર પહેરશે. તેને રાજસ્થાનની સંસ્કૃતિ ગમે છે. થોડા વર્ષો પહેલા તેણે એક રાજસ્થાની લગ્નમાં હાજપી આપી હતી અને ત્યારથી આ વાત તેના દિમાગમાં હતી. તે હંમેશાથી જાણતી હતી કે તે જ્યારે પણ લગ્ન કરશે આ જ રીતે કરશે.