કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. બંનેએ ઘણી ફિલ્મોમાં એકબીજાની સાથે કામ કર્યું છે. તેઓ ઘણા ચેટ શોમાં પણ સાથે જોવા મળ્યા છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો કે બંનેના સંબંધમાં ખટાશ ઊભી થઇ હતી.
ઘટના એવી છે કે કેટરિના કૈફનો મેકઅપ-મેન જે તેની સાથે વર્ષોથી જોડાયેલો હતો તે અચાનક અનુષ્કા શર્મા સાથે કામ કરતો થઇ ગયો હતો. જેના કારણે બંને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી. થોડા સમય માટે બંનેએ એકબીજાની સાથે બોલવાનું અને જાહેર કાર્યક્રમોમાં એકબીજાની સાથે મળવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ફિલ્મ ઝીરો આવ્યા પછી તેમની વચ્ચેની આ ગેરસમજણ દૂર થઈ હતી. આજે તેમની વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે.