સેન્ટ્રલ લંડનના મેરીલબોનમાં આવેલી ખાનગી હોસ્પિટલ લંડન ક્લિનિકના ત્રણ સ્ટાફ સભ્યોએ કથિત રીતે કેટના મેડિકલ રેકોર્ડ્સ મેળવવાનો પ્રયાસ કર્યો હોય તેવી માહિતીને પગલે તપાસ કરાઇ રહી હોવાનું માનવામાં આવે છે. આ જ હોસ્પિટલમાં રાજા ચાર્લ્સે જાન્યુઆરીમાં તેમના પ્રોસ્ટેટની વૃદ્ધિની સારવાર લીધી હતી.
કેન્સિંગ્ટન પેલેસે પુષ્ટિ કરી હતી કે અમને હોસ્પિટલની તપાસની જાણ કરવામાં આવી છે અને તેમણે કહ્યું હતું કે તે “લંડન ક્લિનિકનો મામલો” છે.
- કેટ પ્રથમવાર હોસ્પિટલમાં દાખલ થયા ત્યારથી તેમની માતા, કેરલ, મહાન ટેકો બન્યા છે.
- દંપત્તીએ સમાચાર લીક ન થાય તે માટે પોતાના સ્ટાફ અને જાહેર જનતાના અન્ય સભ્યો સાથે વાતચીત ઓછામાં ઓછી રાખી હતી.
- વિલિયમ ઇસ્ટર હોલીડે પછી શાહી ફરજો પર પાછા ફરવા માટે તૈયાર છે. તેઓ પત્ની અને પરિવારને સંતુલિત કરવાનું ચાલુ રાખશે.
- જાન્યુઆરીમાં હોસ્પિટલમાં દાખલ થયા પછી રાજકુમારી આ વીડિયો દ્વારા પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા.
- શાહી દંપતી માટે શરૂના થોડા મહિના જે અશાંત અને મુશ્કેલ લાગતા હતા તે ઘણા લોકોના ડર કરતા પણ ખરાબ હતા.