પ્રિન્સ વિલીયમ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટે પોતાના સંતાનો 10 વર્ષના પ્રિન્સ જ્યોર્જ, 8 વર્ષની પ્રિન્સેસ શાર્લોટ અને 5 વર્ષના પ્રિન્સ લુઇને કેન્સર નિદાનના સમાચારથી કોઇ આઘાતજનક નુકશાન ન થાય તે માટે આ સમાચાર ખાનગી રાખવાનું પસંદ કર્યું હતું.
કેટ અને વિલીયમ માટે વિશ્વભરમાં ફેલાઇ રહેલી કોન્સપીરસી થિયરીઓ વચ્ચે શાહી પરિવાર માટે કેન્સરના નિદાન સાથે જીવન વીતાવવું ખૂબ જ અઘરૂ રહ્યું હશે તે પ્રશ્ન મહત્વપૂર્ણ રહ્યો હશે.
જ્યારે શાહી દંપત્તીને લાગ્યું કે આ માહિતી જાહેર કરવી તેમના કુટુંબ માટે યોગ્ય છે ત્યારે જ તેમણે તે જાહેર કરી હતી. આ માટે બાળકોની શાળાની ઇસ્ટર રજાઓ શરૂ થાય તેની રાહ જોવાઇ હતી અને શુક્રવારે સાંજે 4 વાગ્યે રજાઓ શરૂ થયાના બે કલાક બાદ કેટનો વીડિયો જાહેર કરાયો હતો. કેટ અને વિલિયમ બાળકોને મીડિયા કવરેજથી બચાવવવા અને થોડા અઠવાડિયા માટે શાળાના રમતના મેદાનમાં થનાર બિનજરૂરી પ્રશ્નો અથવા ટિપ્પણીઓને ટાળવા આમ કર્યું હતું. આમ હવેથી બાળકોને 15 દિવસ કરતા વધુ સમય રજાઓ રહેશે, જે સમય દરમિયાન તેઓ માતા પિતા સાથે સુરક્ષીત વાતાવરણમાં રહી શકશે. મનાય છે કે વિન્ડસરના ગાર્ડનમાં ફિલ્માંકન કરાતા પહેલા બાળકોને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
વિલિયમ અને કેટ ઇસ્ટર સન્ડે પર ચર્ચમાં બાકીના શાહી પરિવાર સાથે જોડાશે નહીં અને તેમના બાળકો સાથે સમય પસાર કરશે.
આ વિડીયો 2 મિનિટ અને 15 સેકન્ડ લાંબો હતો અને બેકગ્રાઉન્ડમાં ડેફોડિલ્સના ફ્લાવર બેડ દેખાતા હોય તેવી લાકડાની બેન્ચ પર બેઠા હતા. તેમણે જીન્સ અને પટ્ટાવાળું જમ્પર પહેર્યું હતું.