પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલ્ટન જેવા યુવાન દર્દીઓ માટે સામાન્ય રીતે કીમોથેરાપી સારો વિકલ્પ છે અને કેન્સરને ફેલાતુ અટકાવવા અથવા પાછા આવતું રોકવા માટે જ્યારે દવાઓ આપવામાં આવતી હોય ત્યારે આ પ્રકારની સહાયક કીમોથેરાપી ઉત્તમ છે.

ઘણીવાર દર્દીઓની ગાંઠો દૂર કરવા માટે શસ્ત્રક્રિયા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય શરીરમાં રહેલા કોઈપણ કેન્સરના કોષોને નષ્ટ કરવાનો છે, જેથી કેન્સર પાછું આવવાનું જોખમ ઓછું થાય.

પ્રિન્સેસ કેટને કેવા પ્રકારની કીમોથેરાપી દવાઓ અપાય છે, અથવા તે કેટલો સમય સારવારમાં રહેશે તેની વિગતો જાહેર કરાઇ નથી. હાલમાં 100થી વધુ વિવિધ પ્રકારની કીમોથેરાપી દવાઓ અપાય છે, અને તે બધી એક જ રીતે કેન્સરના કોષોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જેથી તેઓ વિભાજિત ન થાય અને તેની વૃદ્ધિ ન થાય.

કેટ સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી ધરાવે છે અને સંશોધન બતાવે છે કે તે દર્દીઓને કીમોથેરાપીની આડઅસરો સહન કરવામાં મદદ કરી શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં કીમોથેરાપીની દવા સીધી નસમાં આપવામાં આવે છે. એક બેગમાંની પ્રવાહી દવા સારવારના સેશન દરમિયાન ધીમે ધીમે લોહીના પ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. જે સામાન્ય રીતે કેટલાક કલાકો સુધી ચાલે છે. કેટલીક કીમોથેરાપી દવાઓ ગોળીઓ તરીકે પણ આપી શકાય છે.

કીમોથેરાપી ધીમેધીમે કરાય છે અને દર્દીના શરીરને રીકવરી કરવા માટે બે થી ચાર અઠવાડિયા માટે આરામ કરાવવામાં આવે છે. તેના કારણે દર્દીના તંદુરસ્ત સામાન્ય કોષો પણ માર્યા જાય છે કે નુકસાન થઈ શકે છે. તેનાકારણે કારણે સખત આડઅસર થાય છે. થાક અને ઉબકા એ કીમોથેરાપીની સૌથી સામાન્ય આડઅસરો છે. તે ઘટાડવા અથવા રોકવા માટે દર્દીઓને વારંવાર બીજી દવાઓ આપવામાં આવે છે.

NHSના વડા અમાન્ડા પ્રિચર્ડે કેટ મિડલટનની બહાદુરીની પ્રશંસા કરી

NHSના વડા અમાન્ડા પ્રિચર્ડે પોતાના કેન્સરના નિદાન વિશે બોલવા બદલ કેટ મિડલટનની બહાદુરીની પ્રશંસા કરતાં કહ્યુ હતું કે “પોતાની કેન્સરની બીમારી વિશે બોલવું ખરેખર બહાદુરીનું કામ છે અને સમાન પરિસ્થિતિમાં અન્ય લોકોને તે મદદ કરી શકે છે. NHS વતી, મને આ આઘાતજનક સમાચાર સાંભળીને ખરેખર દુઃખ થાય છે. ખાસ કરીને જ્યારે તેમની સારવાર ચાલુ હોય, ત્યારે અમારા વિચારો પ્રિન્સેસ ઑફ વેલ્સ અને શાહી પરિવાર સાથે છે.”

LEAVE A REPLY