(istockphoto.com)

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર માટે નવા જમીન કાયદાનું મંગળવારે નોટિફિકેશન જારી કર્યું છે. તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં કોઇ પણ ભારતીય નાગરિક દ્વારા જમીન ખરીદીનો માર્ગ મોકળો થયો છે. જો કે ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનરચના કાયદા હેઠળ લીધો છે. હવે કોઈપણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

ગયા વર્ષે જ સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 કલમ દુર કરી હતી. એ પછી ઓક્ટોબર 2019થી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે જમીનના કાયદામાં સુધારાનુ જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના કહેવા પ્રમાણે બહારના ઉદ્યોગો જમ્મુ કાશ્મીરમાં આવે તે માટે જમીનમાં ઈન્વેસ્ટમેન્ટની જરુર છે. જોકે ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે.