Karnataka assembly elections on 10 May
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર (ANI Photo)

કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 10એ થશે અને તેના રિઝલ્ટની જાહેરાત 13મેએ થશે. રાજ્યમાં હાલમાં ભાજપની સરકાર છે અને તેની સામે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)ની ટક્કર છે. ભારતના ચૂંટણી પંચે બુધવારે ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની આગેવાની હેઠળ ભાજપ, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક ધ્રુવીકરણના આરોપોને ટાળીને રાજ્યમાં સત્તા જાળવી રાખવાની આશા રાખે છે. આ ચૂંટણી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીની નીતિઓની લોકપ્રિયતાની પણ કસોટી કરશે.

ન્યૂઝ કોન્ફરન્સને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે મતદારોની વધુ સહભાગિતાને પ્રોત્સાહિત કરવા સોમવાર કે શુક્રવારે નહીં પણ બુધવારે નક્કી ચૂંટણી યોજવામાં આવશે.

કર્ણાટકમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઈ હતી, જેના પરિણામે ત્રિશંકુ વિધાનસભા બની હતી. ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતીથી ઓછી બેઠકો મળી હતી. કોંગ્રેસ અને JD-Sએ અનુક્રમે 80 અને 37 બેઠકો સાથે ચૂંટણી પછીનું ગઠબંધન બનાવ્યું અને કુમારસ્વામી બનાવ્યા હતા. જો કે, જુલાઈ 2019માં ઘણા ધારાસભ્યોએ તેમની પાર્ટીઓમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા પછી ગઠબંધન તૂટી ગયું.

આ પછી ભાજપે બીએસ યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન બનાવી સરકાર બનાવી હતી. તેમણે જુલાઈ 2021માં રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ બોમાઈ મુખ્યપ્રધાન બન્યા હતા. કર્ણાટક વિધાનસભામાં હાલમાં સત્તાધારી ભાજપના 121 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 70 અને તેના સહયોગી જેડી(એસ) પાસે 30 બેઠકો છે.

ભાજપ લિંગાયતો અને વોક્કાલિગાના પ્રભાવશાળી સમુદાયો વચ્ચે તેના સમર્થન આધારને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેઓ રાજ્યની વસ્તીના લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. પાર્ટીએ તાજેતરમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આ સમુદાયો માટે અનામતમાં વધારો કર્યો છે, મુસ્લિમો માટે અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલ 4 ટકા અનામતને રદ કરી છે.

LEAVE A REPLY