- કરણ બીલીમોરિયા
બિઝનેસીસ માટે, અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવું તે ભવિષ્ય પર આધારીત છે. ટૂંકા ગાળાની, વિશ્વભરની કંપનીઓ કોવિડ-19 રોગચાળા અને તેના આર્થિક પડકારોના કારણે તેમની રીકવરીની સંભાવના વિશે ચિંતિત છે. મધ્યમ ગાળાના, બિઝનેસ લીડર્સ ક્લાયમેટ ચેન્જ જેવા સમાન મહત્વપૂર્ણ પડકારો પર સરકાર સાથે કામ કરવા માગે છે.
આ તમામ સમસ્યાઓ છતાં, એક એવી બાબત છે જ્યાં વ્યક્તિગત પગલા કંપનીની નૈતિકતા, કર્મચારીઓની સુખાકારી અને નાણાકીય સફળતા પર દૂરગામી અસર કરી શકે છે.
હું વિવિધતા વિશે વાત કરું છું; એક શબ્દ જેનો અર્થ જુદા લોકો માટે જુદી બાબતો અંગેનો હશે, પરંતુ જે તેમના હૃદયમાં બધા માટે સમાવિષ્ટ અને તક વિશેનો છે.
આ મહિનાની શરૂઆતમાં, સીબીઆઈ – અવીવા, ડેલોઇટ અને માઇક્રોસૉફ્ટ સહિતના ક્ષેત્રોમાં મોટા ઉદ્યોગો સાથે કામ કરી રહી છે – એક નવી ઝુંબેશ, ‘ચેન્જ ધ રેસ રેશિયો’ શરૂ કરે છે. તેનો ઉદ્દેશ બ્રિટિશ બોર્ડરૂમ અને વરિષ્ઠ લીડરશીપ ટીમોમાં, પારદર્શક આકાંક્ષાઓ અને પગલા દ્વારા રેશિયલ અને એથનિક પ્રતિનિધિત્વમાં વધારો કરવાનો છે. આ બધાને ધ્યાનમાં રાખીને સમાવિષ્ટ સંસ્કૃતિની રચના હોવી જ જોઈએ, જેનો પ્રભાવ બધી પૃષ્ઠભૂમિની પ્રતિભાને વિકસિત કરે છે.
‘ચેન્જ ધ રેસ રેશિયો’ માટે સહમત દરેક સીગ્નેટરી માટે ચાર પ્રતિબદ્ધતાઓ છે. પ્રથમ, તેઓ બોર્ડના સભ્યોમાં રેશિયલ અને / અથવા એથનિક ડાઇવર્સીટી વધારવા અને પાર્કર સમીક્ષાના તારણોને આધારે લક્ષ્યો નક્કી કરવા કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. એફટીએસઇ 100 માટે તેઓ 2021ના અંત સુધીમાં અને એફટીએસઇ 250 કંપનીઓ 2024 સુધીમાં ઓછામાં ઓછા એક રેશિયલ અને / અથવા એથનિક ડાઇવર્સ બોર્ડ મેમ્બર માટે પ્રતિબદ્ધ છે.
સીગ્નેટરીનો બીજો હેતુ એક્સકો અને એક્સકો માઇનસ વન લેવલે વરિષ્ઠ નેતૃત્વમાં રેશિયલ અને / અથવા એથનિક ડાઇવર્સ લોકોને વધારવાનું લક્ષ્ય રાખે છે. આ ઉપરાંત, તેઓ બંને સ્તરે શ્યામ લોકોની ભાગીદારી માટે એક અલગ લક્ષ્ય સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે.
ત્રીજી પ્રતિબદ્ધતા તેમના પગલા વિશે પારદર્શક રહેવાની છે. 2022 સુધીમાં વંશીય લોકોના પગારની અસમતુલાનો હલ લાવવાની વધારાની પ્રતિબદ્ધતા સાથે, લક્ષ્યની સાથે સ્પષ્ટ એક્શન પ્લાન પ્રકાશિત કરવાનું અને તેમના વાર્ષિક અહેવાલમાં અથવા કંપનીની વેબસાઇટ પર પ્રગતિને શેર કરવા માટે સીગ્નેટરી પ્રતિબદ્ધ છે.
અંતે, સીગ્નેટરીઝ એક વ્યાપક સંસ્કૃતિ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જેમાં તમામ ડાઇવર્સીટીના લોકોની પ્રતિભા વિકસિત થઈ શકે છે. આમાં પ્રતિભાની વૈવિધ્યસભર પાઇપલાઇન બનાવવી, મુક્ત સંવાદને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું, પારદર્શક ડેટા સંગ્રહ અને વિશ્લેષણ, લઘુમતી માલિકીના વ્યવસાયો સહિત સપ્લાયર્સ અને ભાગીદારોના વધુ ડાઇવર્સ સેટ સાથે કામ કરવાનો સમાવેશ થાય છે.
ત્યાં વ્યાપક માન્યતા છે કે હુંફાળા શબ્દો નહિં અર્થપૂર્ણ અને કાયમી પરિવર્તન જરૂરી છે. વ્યવસાયમાં તે એટલું જ સાચું છે જેટલું તે આપણા જીવનના અન્ય ભાગોમાં છે. બિઝનેસ જગતના ઉપલા વર્ગના લોકોમાં રેશિયલ અને એથનિક વધારવાના પ્રયાસો સારી રીતે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યા છે, તો પણ આજની પ્રગતિ ખૂબ જ ધીમી રહી છે.
હાલમાં, બિઝનેસના ટોચનાં ટેબલ પર ડાઇવર્સીટીનો અભાવ છે. યુકેમાં, એફટીએસઇ 100 કંપનીઓ પૈકીની ત્રીજા ભાગ કરતા વધારે અને એફટીએસઇ 250 કંપનીઓના બે તૃતીયાંશ કરતાં વધુ કંપનીઓના બોર્ડરૂમમાં કોઈ વંશીય ડાઇવર્સ નેતૃત્વ નથી. તેઓ જાણે છે કે ગ્રાહકો, ક્લાયન્ટ્સ કે સ્ટાફ – આ લક્ષ્ય તરફ લેવામાં આવેલ અર્થપૂર્ણ પગલાં જોવાની ઇચ્છા રાખે છે. તેઓ એ પણ જાણે છે કે સમાવેશ એ વ્યવસાયની સફળતાનો મુખ્ય આધાર છે અને તેનાથી નવા દરવાજા પણ ખુલે છે. જ્યારે ‘ચેન્જ ધ રેસ રેશિયો’નો હેતુ યુકેમાં અસર લાવવાનો છે, ત્યારે ભાવનાત્મક રીતે પરિવર્તન લાવવું વિશ્વના દરેક વ્યવસાયને અનુરૂપ છે.
સીબીઆઈ – અને સ્થાપક કેમ્પેઇન મેમ્બર્સ, જે આ અભિયાનને પહેલેથી જ સમર્થન આપી રહ્યા છે તેઓ
માને છે કે ડાઇવર્સીટી ક્રાંતિને ઉત્તેજીત કરવાની આનાથી વધુ સારી તક ક્યારેય નહોતી મળી. આપણે સાથે મળીને કામ કરીએ તો તે કરી શકીએ છીએ.
જો તમે ‘ચેન્જ ધ રેસ રેશિયો’ અભિયાન અથવા તા. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલ સીબીઆઈની ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝન કોન્ફરન્સ વિશે વધુ જાણવા માંગતા હો તો તમે www.cbi.org.uk પરથી માહિતી મેળવી શકો છો.