ANI_

બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાને લાંબા સમય પછી વાપસી કરી છે. શનિવારે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ “સિંઘમ અગેઇન” માટે શૂટિંગ ચાલુ કર્યું હતું. આગામી એક્શન ફિલ્મ અજય દેવગણની “સિંઘમ” શ્રેણીની ત્રીજી ફિલ્મ છે અને તેમાં કરીના ઘણા લાંબા સમય પછી વાપસી કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર મૂવીના સેટ પરથી એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને કરીનાએ લખ્યું હતું કે શું મારે કહેવાની જરૂર છે કે હું કોના માટે શૂટિંગ કરી રહી છું? તે મારા સૌથી પ્રિય દિગ્દર્શકોમાંના એક છે… તેમની સાથે આ મારી ચોથી ફિલ્મ છે, પરંતુ છેલ્લી નથી. રેડી સ્ટેડી ગો.

રણવીર સિંહની “સિમ્બા” (2018) અને અક્ષય કુમાર અભિનીત “સૂર્યવંશી” (2021) સાથેની બે “સિંઘમ” ફિલ્મો શેટ્ટીની પોલીસ અધિકારીઓને દર્શાવતી એક્શન ફિલ્મો છે. ‘સિંઘમ અગેઇન’માં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિમ્બાના રોલમાં ફરી જોવા મળશે. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં કરીના સાથેની તેની પ્રથમ ફિલ્મ અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. અજય અને રણવીરે ગયા મહિને ‘સિંઘમ અગેન’ માટે શૂટિંગ શરૂ કર્યું હતું.

LEAVE A REPLY