કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે બુધવાર (25મે)એ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવાની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે 16મેએ કોંગ્રેસ છોડી દીધી છે.
સિબલ સપાના સમર્થનથી અપક્ષ તરીકે રાજ્યસભાની ચૂંટણી લડશે. સપા કપિલ સિબ્બલને સમર્થન આપી રહી છે. કપિલ સિબ્બલે પત્રકારોને જણાવ્યું કે, મેં 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કપિલ સિબ્બલે કહ્યું કે, અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી મોદી સરકારનો વિરોધ કરી શકે. અમે ઈચ્છીએ છીએ કે 2024માં ભારતમાં એવું વાતાવરણ સર્જાય કે મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવવામાં આવે. હું પ્રયત્ન કરીશ. સિબ્બલે કહ્યું કે, હું ખુશ છું કે હું રાજ્યસભાનો અપક્ષ ઉમેદવાર બનવા જઈ રહ્યો છું. હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો.