બોલીવૂડમાં હંમેશા વિવાદમાં રહેતી કંગના રનૌતને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. અગાઉ તામિલનાડુનાં મુખ્ય પ્રધાનની ભૂમિકા ભજવ્યા પછી તે હવે ભારતનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે.
તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે કાશ્મીરની પ્રથમ મહિલા શાસક વિદ્યા પર ફિલ્મ બનાવશે. હવે તેણે જાહેરાત કરી છે કે તે સ્વ. ઇન્દિરા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવશે. જોકે આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. જોકે કંગનાએ એમ પણ જણાવ્યું છે કે, આ ફિલ્મ ઇંદિરા ગાંધીની બાયોપિક નહીં હોય પરંતુ એક ગ્રેન્ડ પીરિયડ ફિલ્મ હશે. આ ફિલ્મમાં ઘણા ટોચના કલાકારો જોવા મળશે. જેમાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના પાત્રનો પણ સમાવેશ કરવામાં આવશે.