હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી જીતીને સાંસદ બનેલી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાને કથિત રીતે થપ્પડ મારી હતી. ખેડૂતો વિરુદ્ધના કંગનાના નિવેદનને કારણે આ મહિલા સુરક્ષા કર્મચારીએ થપ્પડ મારી હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના કંગના રનૌત સાથે દિલ્હી આવતી વખતે ચંદીગઢ એરપોર્ટ પર બની હતી. CISFની મહિલા જવાનને અટકાયત લેવાઈ હતી. કુલવિંદર કૌરે નામની આ મહિલા કર્મચારીઓ કહ્યું હતું કે કંગના રનૌતે ત્રણ ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબની મહિલાઓ વિશે અપમાનજક નિવેદન આપ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.કંગના રનૌતે કહ્યું કે તે દિલ્હીમાં ગૃહ મંત્રાલયને ફરિયાદ કરશે.