તામિલનાડુની ટોચની અભિનેત્રી કમ મુખ્ય પ્રધાન જયલલિતાની બાયો-ફિલ્મ માટે અભિનેત્રી કંગના રનૌતે વીસ કિલો વજન વધાર્યું હોવાની જાણકારી મળી હતી.ખુદ કંગનાએ સોશ્યલ મિડિયા પર મૂકેલા ફોટોગ્રાફ સાથે લખ્યું કે મેં જયલલિતાનો રોલ કરવા માટે વીસ કિલો વજન વધાર્યું હતું. હવે ફિલ્મ પૂરી થઇ જવા આવી છે એટલે મારે ફરી એકવાર મૂળ ફિગર પાછું મેળવવું હતું. વહેલે પરોઢિયે ઊઠીને હું જોગિંગ અને યોગનાં આસનો કરું છું. વજન ઊતારવા માટે ખાસ ખોરાક લઉં છું. સખત મહેનત કરું છું જેથી મારી મૂળ પર્સનાલિટી હું પાછી મેળવી શકું.
કંગનાએ જયલલિતાના રોલ માટેનો એક અને પોતે યોગનું આસન કરી રહી હોય એવો બીજો એમ એક કરતાં વધુ ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર મૂક્યા હતા. એક તરફ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને બીએમસી સાથેના કાનૂની જંગની હારોહાર કંગના પોતાની કારકિર્દી પર પણ પૂરતું ધ્યાન આપી રહી હતી. એ સોશ્યલ મિડિયા પર પણ સતત સક્રિય છે.