બિપરજોય વાવાઝાડાની શક્યતાને પગલે કચ્છના કંડલા પોર્ટને બંધ કરાયું હતું અને સિગ્નલ નં.10 લગાવાયું હતું. (ANI Photo)

કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર 15 જૂને વાવાઝોડું બિપરજોય ત્રાટકવાની શક્યતા હોવાથી દેશના જાહેર ક્ષેત્રના સૌથી મોટા કંડલા બંદરને શિપિંગ પ્રવૃત્તિઓ માટે બંધ કરાયું હતું અને સૌથી ભયજનક સિગ્નલ નં. 10 લગાવવામાં આવ્યું હતું. પોર્ટના કામદારો સહિત લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, એમ જિલ્લા વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના કંડલા ખાતેના દીનદયાળ પોર્ટ પર કામ સ્થગિત થવાને કારણે સેંકડો ટ્રકોનો ઢગલો થઈ ગયો હતો.

દીનદયાલ પોર્ટ ઓથોરિટી પ્રવક્તા ઓમ પ્રકાશ દદલાનીએ જણાવ્યું હતું કે “સિગ્નલ 10 વોર્નિંગને કારણે બંદર બંધ કરવામાં આવ્યું છે તથા તમામ બોટ, ક્રાફ્ટ અને બાર્જને યોગ્ય રીતે બાંધવામાં આવ્યા છે અને 24×7 કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં તમામ કામદારો અને માછીમારોને ખાલી કરવામાં આવ્યા છે.”

ખાસ કરીને માછીમારો અને બંદર પર કામ કરતા મજૂરોને સહિત લગભગ 3,000 લોકોને કંડલામાં ખસેડવામાં આવ્યા હતાં. માંડવીમાં દરિયા પાસેની કેટલીક ઝૂંપડપટ્ટીના રહીશોને પણ ખસેડવામાં આવ્યા હતા. દરિયાકાંઠેથી 10 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામડાઓમાં રહેતા લગભગ 23,000 લોકોને મંગળવારથી કામચલાઉ) આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવશે.

LEAVE A REPLY