યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પ્રાયમરી કેર ડાયાબિટીસ અને વેસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર શ્રી કમલેશ ખુંટીને આરોગ્ય માટે તેમની સેવાઓ માટે CBEથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમણે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “હું ખરેખર આશ્ચર્યચકિત થવા સાથે ખૂબ સન્માનિત પણ થયો છું. તમે આવી વસ્તુઓની અપેક્ષા રાખતા નથી, પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તે ખૂબ જ નમ્ર હોય છે. હું આગામી પેઢીને એકેડેમિક્સ અને મેડિસીનમાં પ્રેરણા આપવા આશા રાખું છું. અમે ઇમિગ્રન્ટ્સ હતા અને અમારી પાસે કંઈ નહોતું; મારા માતા-પિતા અંગ્રેજી બિલકુલ બોલતા ન હતા. હું યુનિવર્સિટીમાં જવા માટે ભાગ્યશાળી થયો હતો. જેણે મને મદદ કરી છે અને હું જે છું તે બની શક્યો છું.”