અમેરિકામાં જો બિડેન પ્રેસિડન્ટ અને કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ બનશે. ભારતીય મૂળના કમલા હેરિસે એક નહીં પરંતુ 3 નવા રેકોર્ડ બનાવ્યા છે. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ બનશે. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે. 2010માં કેલિફોર્નિયાના એર્ટની જનરલ બનીને કમલા ઈતિહાસ રચ્યો હતો. તેઓ પહેલા અશ્વેત મહિલા હતા, જેમણે આ પદ મેળવ્યું હતું. 2016માં તેઓ બીજા અશ્વેત મહિલા તરીકે યુએસ સેનેટર તરીકે ચૂંટાયા હતા.
હેરિસનો જન્મ 1964માં ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમના માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા. માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. 12 વર્ષની ઉંમરમાં કમલા પોતાની બહેન માયા અને માતાની સાથે ઓકલેન્ડથી વ્હાઈટ મોન્ટ્રિયલ ચાલ્યા ગયા હતા. આ વચ્ચે તેઓ અનેક વખત ભારતની મુલાકાતે પણ આવ્યાં હતાં.
1972માં કમલાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. તે પછી કમલા અને તેમની બહેનની સારસંભાળ તેમની માતાએ કરી હતી. વ્હાઈટ મોન્ટ્રિયલ ગયા બાદ કમલાની માતાએ મેકગિલ યુનિવર્સિટીમાં ટીચિંગની જોબ શરૂ કરી હતી.
કમલા હેરિસ પોતાની માતાની સૌથી નજીક હતા. કમલા હેરિસે ચૂંટણીપ્રચારમાં જણાવ્યું હતું કે તેમની માતા ઘણાં જ કડક સ્વભાવના હતા. હાવર્ડ યુનિવર્સિટીથી કમલાને 1986માં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પછી 1989માં કેલિફોર્નિયામાંથી લૉનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2003માં સાન ફ્રાન્સિસ્કોના કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટોર્ની તરીકે ચૂંટાયા હતા