મેટ્રોપોલિટન પોલીસ પર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કરાયેલો દાવો ટ્રિબ્યુનલ દ્વારા નકારવામાં આવ્યા બાદ મેટ્રોપોલિટન પોલીસે હોમીસાઇડ ડિટેક્ટીવ કામ સોઢી પાસેથી કાનૂની ખર્ચના £20,000 વસૂલવા કાર્યવાહી આદરી છે.
ડિટેક્ટીવ સોઢીએ દાવો કર્યો હતો કે તેણીની રેસ અને જાતિના આધારે તેણીને હેરાન કરવામાં આવી હતી અને તેણી મેટ દ્વારા ભોગ બની હતી. તેણીએ ગયા વર્ષે એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો. જ્યાં પોલીસે તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. સોઢી હજુ પણ કામ કરે છે.
મેટ્રોપોલિટન બ્લેક પોલીસ એસોસિએશન (મેટબીપીએ) એ દાવો કર્યો હતો કે વ્હિસલબ્લોઇંગ પર “ચીલિંગ અસર” પડશે અને ભેદભાવ અને ગેરરીતિનો ભોગ બનેલાઓને આગળ આવતા અટકાવશે તથા મોટા પાયે અવરોધક અસર પડશે.”