કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કલોલમાં આવેલા ઘરમાં શુક્રવારની રાત્રે રૂ.8.51 લાખની ચોરી થઈ હતી, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવાર રાતની છે કે જ્યારે તે બંગલામાં કોઈ નહોતું. પોલીસ તપાસ દરમિયાન ધારાસભ્યના બંગલાના મુખ્ય દરવાજાનું તાળું તોડીને કુલ રૂ.8.51 લાખથી વધુની મતા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું. ધારાસભ્યના ઘરમાંથી રૂ.2 લાખ રોકડા, સોનાની 2 ચેઈન, 3 એલઈડી ટીવી અને સીસીટીવીનું ડિજિટલ વિડીયો રેકોર્ડર ચોરી ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધતા વધુ તપાસ હાથ ધરી હતી. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દાવો કર્યો હતું કે આવું બીજી વખત છે કે જ્યારે તેમના બંગલામાં ચોરીની ઘટના બની છે. તેમણે એવો આરોપ લગાવ્યો છે કે ચોરોને ઝડપી લેવામાં પોલીસને કોઈ રુચિ નથી.