અમેરિકા સ્થિત હિન્દુ સંગઠન દ્વારા બિઅરના કેન પર હિન્દુ દેવી કાલીમાની છબીનો ઉપયોગ કરવા બદલ ઉગ્ર વિરોધ કરાતા નોટિંગહામ નજીક લેંગલી મિલમાં આવેલી ક્રાફ્ટ બ્રુઅર્સ બેંગ ધ એલિફન્ટ બ્રુઇંગ કંપનીએ હિન્દુઓની આસ્થાને થયેલી તકલીફ અંગે સાચા દિલથી માફી માંગી જણાવ્યું હતું કે તેઓ સંબંધિત લોકો સાથે કામ કરવા માટે તૈયાર છે. બ્રુઅરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કલાકાર સાથેની પ્રારંભિક ચર્ચાઓથી જ “આ બીયર અને આર્ટવર્કની પ્રકૃતિ” વિશે સભાન છે જેણે પેકની ડિઝાઇન કરી હતી.
બ્રુઅરીએ જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય હિન્દુ સમુદાયની લાગણીને થયેલી તકલીફ માટે અમે નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ. અમારો ગુનો કરવાનો અથવા હિન્દુ ધર્મના લોકોને કોઈ પણ રીતે દુ:ખ પહોંચાડવાનો હેતુ નહોતો, એમ કંપનીના સ્થાપકો નાઇજેલ પેટન અને માઈકલ શિપમેને જણાવ્યું હતું.
અમેરિકાના નેવાડા સ્થિત સંગઠન યુનાવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમે કાલી માતાની તસવીર ધરાવતા બીરના કેન બાબતે વાંધો લઇ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંગ ધ એલિફન્ટ બ્રુઇંગ કંપનીએ જણાવ્યું હતું કે બીયર તેમની મુખ્ય શ્રેણીનો ભાગ રહેશે પરંતુ ડિઝાઇનમાં સંભવિત ફેરફારો માટે અમે સંસ્થાને સાથે મળી કામ કરવા આમંત્રણ આપીએ છીએ. કલિ યુગ અમારી મુખ્ય શ્રેણીનો ભાગ બની રહેશે.
“કાલિ યુગ – ઇસ્ટ ઇન્ડિયા પોર્ટર બેંગની વાર્તા યિંગ એન્ડ યાંગ તત્વનો ભાગ છે અને ઓડિસી – ઇસ્ટ ઇન્ડિયા પેલ એલની સીસ્ટર બીઅર છે.