ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 25 ડિસેમ્બરે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ કરાવ્યો હતો અને રૂ.216 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્નિવલના ભાગરૂપે 31 ડિસેમ્બર સુધી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ લોક કલાકારો તેમની કલાની રજૂઆત કરશે. કાર્નિવલમાં છ દિવસમાં એક લાખ લોકો આવવાનો અંદાજ છે.
આ કાર્નિવલની શરૂઆત 2008માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોના મનોરંજનના હેતુ સાથે આ કાર્નિવલ યોજાય છે. કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં લોકસંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે.
આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે કાંકરિયા કાર્નિવલની 14મી આવૃત્તિની થીમ ‘વસુધૈવ કુટુંબકમ.’ છે. આજે આ કાર્નિવલ નૃત્ય, સંગીત, કલા અને આધુનિક ટેકનોલોજી દ્વારા સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવી ઉમદા ભાવનાને પણ મૂર્તિમંત કરવા જઈ રહ્યો છે. આ કાર્નિવલ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે તેમની પ્રતિભા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ પણ બની ગયું છે