બ્રિટનના હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ હડતાલ વિશે ગઈકાલે રાત્રે બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” આ માંગ પોષાય તેમ નથી. ફક્ત આ વોકઆઉટ્સ દર્દીઓની સલામતીને જોખમમાં નહિં મૂકે, પરંતુ તેમણે પોતાના ફાયદા માટે ઇસ્ટર બ્રેક પછી વિક્ષેપને મહત્તમ કરવા માટે હડતાળનો આ સમય પસંદ કર્યો છે. BMAની માંગણીઓ ગેરવાજબી છે અને આ પગાર વધારાથી કેટલાક ડોકટરોને પગારમાં £20,000થી વધુનો ફાયદો થશે. આ હડતાળ અત્યંત નિરાશાજનક છે.’’
તેમણે કહ્યું હતું કે ‘’હું ગયા મહિને BMA સાથે ઔપચારિક પગાર વાટાઘાટો શરૂ કરવાની આશા રાખતો હતો પરંતુ તેની 35 ટકા પગાર વધારાની માંગ ગેરવાજબી છે. જો BMA આ સ્થિતિમાંથી નોંધપાત્ર રીતે આગળ વધવા અને હડતાલ રદ કરવા તૈયાર હોય તો અમે ગોપનીય વાટાઘાટો ફરી શરૂ કરી શકીએ છીએ અને આગળનો રસ્તો શોધી શકીએ છીએ, જેમ કે અમે અન્ય યુનિયનો સાથે કર્યું છે.’’