બ્રિટિશ મેડિકલ એસોસિએશન માને છે કે જુનિયર ડોકટરોને કલાકના 14 પાઉન્ડ મળે છે. યુનિવર્સિટી પૂર્ણ કર્યા પછી પ્રથમ વર્ષ દરમિયાન તેઓને મૂળભૂત પગાર તરીકે વાર્ષિક £29,000 મળે છે. પરંતુ સરેરાશ પ્રથમ વર્ષના જુનિયર ડૉક્ટરને અસંગત કલાકોમાં કામ કરવા માટે વધારાના લગભગ 30% વધુ મળે છે. બીજા વર્ષમાં તેમનો બેઝીક પગાર £16.30 પ્રતિ કલાક થાય છે.
જુનિયર ડોક્ટર કોન્ટ્રાક્ટમાં પાંચ કોર પે પોઈન્ટ હોય છે અને તાલીમના અંત સુધીમાં તેઓ બેઝિકમાં લગભગ £28 પ્રતિ કલાકની કમાણી કરે છે. જો કે ત્યાં સુધી પહોંચતા 10 વર્ષ લાગી શકે છે. તેમને કરાતી વધારાની ચૂકવણીઓ ધ્યાનમાં લેવામાં આવે, તે સરેરાશ વાર્ષિક પગાર £77,000 જેટલો થાય છે.