– બાર્ની ચૌધરી દ્વારા
દક્ષિણ એશિયાના લૉયર્સ એ જાણવાની માંગ કરી રહ્યા છે કે જ્યુડીશીયરીમાં નિમણુંક માટે અરજી કરનારા ઉમેદવારોને નકારી કાઢવા માટે જજીસને શીખવવામાં શા માટે આવે છે. ‘ગરવી ગુજરાત’ને પ્રાપ્ત થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે હાઇકોર્ટના જજીસ તથા અન્ય, જેમને જજ બનવા માટે અરજી કરનાર વકીલ અથવા બેરિસ્ટર્સ વિષે ગુપ્ત મંતવ્યો આપવાનું કહેવામાં આવે છે, તેમની પાસે આવા એશિયન અને બ્લેક ઉમેદવારોને કેવી રીતે નકારી કાઢવા તેનું એક ટેમ્પલેટ હોય છે.
જજીસની પસંદગી અને પ્રમોશન માટે જ્યુડીશીયલ એપોઇન્ટમેન્ટ કમિશન (જેએસી) દ્વારા અપનાવાતી કહેવાતી “સીક્રેટ સાઉન્ડીંગ” પ્રોસેસની જજીસ, લૉયર્સ અને બેરિસ્ટર્સે ટીકા કરી છે.
આ મહિને જેએસીને મંત્રણા માટે મળેલા સોસાયટી ઓફ એશિયન લૉયર્સ (એસએએલ)ના સેક્રેટરી અત્તિક મલિકે જણાવ્યું હતું કે ‘’આવી ક્રીબ શીટ હોવી જરૂરી છે? લોકોને કેવી રીતે નિરાશ કરવા તે અંગે એસેસર્સને માર્ગદર્શન અપાય છે? અમે અન્ય ઉદ્યોગમાં આ પહેલા ક્યારેય આવું કઈં જોયું નથી. તો જ્યુડીશીયલ એપોઇન્ટમેન્ટ અંગે તે શા માટે જરૂરી છે? તે નિષ્પક્ષતા અને ન્યાયની દ્રષ્ટિએ ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. ખાસ કરીને આ બાબત હાઉસ ઓફ જસ્ટીસ, અદાલતો, કાયદાના દરેક ક્ષેત્રમાંથી આવતી હોય ત્યારે. લોકોને પસંદ કરવાના હોય, તો તેમની યોગ્યતાના આધારે નિર્ણય લેવો જોઈએ. તે વ્યક્તિલક્ષી ન હોય અને બંધ દરવાજા પાછળ કરવામાં ન આવવો જોઇએ. સોસાયટી આ પ્રક્રિયામાં “પારદર્શિતા અથવા જવાબદારી”ના અભાવથી ચિંતિત છે.’’
મલિકે ગરવી ગુજરાતને જણવ્યું હતું કે “આપણે કેવી રીતે જાણી શકીએ કે જે થઈ રહ્યું છે તે ખરેખર ન્યાયી અને યોગ્ય છે. યુકેમાં વિવિધ ઉદ્યોગોમાં ઇન્સ્ટીટ્યુશનલ રેસિઝમની ચિંતા હોય ત્યારે સીક્રેટ સાઉન્ડીંગ્સ, ગુપ્ત વાતચીત તથા વ્યક્તિલક્ષી માપદંડ અપનાવવામાં આવે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે રેસ એ તે ઘટક નથી જે નિર્ણયો, અથવા ધર્મ અથવા અન્ય કોઈ સુરક્ષિત લાક્ષણિકતાઓ કે જે ઇક્વાલિટી એક્ટ હેઠળ અસ્તિત્વમાં છે અને તેના પર અસર કરે છે?”
“સત્તાવાર રીતે સંવેદનશીલ” દસ્તાવેજો જજીસને ઉમેદવારો પસંદ કરવાની સલાહ આપે છે. વિચિત્ર વાત એ છે કે, તે એવા લોકો પાસેથી મંતવ્યો માંગે છે જે કદાચ ઉમેદવારને જાણતા પણ ન હોય. દસ્તાવેજમાં ઉમેદવારના ઇનપુટને જજીસના પ્રતિભાવમાં શામેલ કરવા જણાવાયુ છે.
આ દસ્તાવેજ જણાવે છે કે ‘’સ્ટેચ્યુટરી કન્સલ્ટેશનના જવાબો સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને તમે જે લખો છો તેની વિગતો કોઈ પણ ઉમેદવારને આપવામાં આવશે નહીં. જેએસી વર્તમાન ડેટા પ્રોટેક્શન લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્કીમનું પાલન કરવા માટે બંધાયેલી છે.’’
પરંતુ સાઉથ એશિયાના એક જજે કહ્યું હતું કે, “આ અપમાનજનક બકવાસ છે, રેફરન્સ ગુપ્ત હોવાનું માનવામાં આવે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમના રેફરન્સ જોવા માટે કહી શકે છે. 20 વર્ષ પહેલાં જ્યારે મને નકારવામાં આવ્યો હતો તેના કરતાં આજે હાલત વધુ ખરાબ છે, લોર્ડ ચાન્સેલરે મને લખ્યું હતું કે શા માટે અને કોણે મારા વિશે શું લખ્યું હતું. ડેટા પ્રોટેક્શનના બહાને તે બતાવે છે કે JAC કેટલું ડરેલું છે. તેમની ભેદભાવપૂર્ણ પ્રથાઓ બહાર આવશે. ઉમેદવારોને કેવી રીતે નકારવા તેનું આ દસ્તાવેજ ઉદાહરણ આપે છે.’’
“હું આ ઉમેદવારના કામને સારી રીતે જાણતો નથી, પરંતુ તેને સાથીદારો સાથે (અન્યની જેમ) વ્યક્તિત્વની મુશ્કેલીઓ હતી. તેઓ ખૂબ નાજુક લાગતા હતા. થોડા સમય પછી તેમને એસાઇનમેન્ટ માટે કહ્યું. ઉમેદવારે ચેમ્બરમાં બેસવાનું ચાલુ રાખ્યું છે જ્યાં તેમણે તેમનો મોટાભાગનો સમય ઓલ્ટરનેટીવ લીડ જજ માટે કામ કર્યુ હતું. ઉપરોક્ત બાબતોના આધારે, હું ઉમેદવારને નિમણુંક માટે આયોગ્ય માનું છું.”
સાઉથ એશિયાના એક જજે ગુસ્સા સાથે પ્રતિક્રિયા આપી કહ્યુ હતું કે “આ બધી બાબતો સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ બકવાસ બનાવે છે. અહીં કોઈ ચકાસણી નથી, કોઈ તપાસ નથી, કોઈ સંતુલન નથી, અને તેમ છતાં તેઓ નિર્ણય લઇ શકે છે, કારણ કે તેઓ વરિષ્ઠ જજ છે, તેમના મંતવ્યો ગણાય છે? તે ઉચ્ચતમ સ્તર પર અન્યાય છે.”
ગરવી ગુજરાત જ્યુડીશીયરીમાં વ્યાપેલા બુલીઇંગ, રેસીઝમ અને કલ્ચર ઓફ રેસીઝમ વિષે એક વર્ષથી ઝુંબેશ ચલાવી રહ્યું છે. અમારા અભિયાનના પરિણામ સ્વરૂપે, જસ્ટીસ સીલેક્ટ કમિટિએ જુલાઈમાં જેએસીના અધ્યક્ષ લોર્ડ કક્કરને પ્રશ્ન કર્યો હતો.
અમે સમિતિને “ડાઇવર્સીટી ઓફ ધ જ્યુડીશીયરી 2020 સ્ટેટેસ્ટીક્સ રીપોર્ટ”નો એક ફકરો દર્શાવ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે, “એકંદરે, લાયક ઉમેદવારોની સરખામણીમાં, BAME ઉમેદવારો માટે સફળતાનો દર શ્વેત ઉમેદવારો (આંકડાકીય રીતે નોંધપાત્ર નથી) કરતા 17 ટકા ઓછો હતો.”
પરંતુ ગરવી ગુજરાત દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 2020માં, એક શ્વેત ઉમેદવારને બિન-શ્વેત અરજદાર કરતાં “તાત્કાલિક નિમણૂક માટે ભલામણ કરવામાં આવે તેવી શક્યતા આશરે 2.5 ગણી વધારે છે.”
અમે જસ્ટીસ કમિટિને આ અંગે ટિપ્પણી કરવાનું કહી અમે મેળવેલા દસ્તાવેજ પણ આપ્યા હતા પરંતુ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી, અને જેએસીએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
પરંતુ એક નિવેદનમાં, જ્યુડીશીયરીના પ્રવક્તાએ કહ્યું હતું કે, “તમે જે દસ્તાવેજ ટાંક્યા છે તે સંભવિત જજની પ્રગતિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા નથી; તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે પ્રક્રિયામાં ધ્યાનમાં લેવાયેલા અન્ય તમામ પુરાવા સાથે કોઈપણ સંબંધિત પુરાવા – સકારાત્મક અને નકારાત્મક – પસંદગી પેનલ્સ માટે ઉપલબ્ધ છે.’’
જુલાઈમાં જસ્ટિસ કમિટિની સુનાવણી દરમિયાન, જેએસીના અધ્યક્ષે તેમની જ્યુડીશીયલ ડાઇવર્સીટી ફોરમ (જેડીએફ)ની બેઠકમાં પ્લી રજૂ કરી હતી જેનો સુનાવણી દરમિયાન 23 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં લોર્ડ કક્કરના જવાબનો પણ સમાવેશ થાય છે કે ફોરમનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું ત્યારે પૂછવામાં આવ્યું કે શું JAC પ્રગતિમાં અવરોધો જુએ છે.
“ગયા વર્ષે પ્રથમ વખત, તેમણે વ્યાવસાયિક પ્રગતિના આંકડા, જ્યુડીશીયલ એપોઇન્ટમેન્ટ પ્રક્રિયાના આંકડા અને જ્યુડીશીયરીના આંકડાઓના સંયુક્ત સમૂહનું પ્રકાશન પ્રાપ્ત કર્યું હતુ.” પરંતુ ફોરમ શું ચર્ચા કરે છે, અને તેઓ પરિણામોને કેવી રીતે માપે છે?
ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટનો ઉપયોગ કરીને, ગરવી ગુજરાતે ફોરમ શું ચર્ચા કરે છે તે શોધવા માટે સક્ષમ હતું. અમે ઘણા શ્વેત અને અશ્વેત ન્યાયાધીશોના મંતવ્યો મેળવવા માટે દસ્તાવેજ મોકલ્યો હતો.
એક જજે જણાવ્યું હતું કે “તેઓ કંઇ કરતા નથી, અને તે મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ અને જ્યુડીશીયલ ઓફિસને દારૂગોળો આપે છે કે આગળ વધો, અહીં જોવાનું કંઈ નથી, આગળ વધો. તે એક બોક્સ-ટિકિંગ કસરત છે, જ્યાં તેઓ પોતાનું હોમવર્ક બતાવે છે. તે તેમને કહેવાની મંજૂરી આપે છે, જુઓ અમે અમારું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છીએ, અને તે અમારી ભૂલ નથી કે વંશીય લોકો પસંદ થઇ શકતા નથી. તેઓ વંશીય રીતે પ્રતિનિધિત્વ કરતા નથી, અને એકાદ BAME વ્યક્તિ હોય તો તેને ક્યારેય કાનૂની દલીલ કરવી ન હતી અને તેમને દૈનિક ધોરણે થતા બુલીઇંગ અને રેસીઝમ વિશે કોઈ જાણકારી નથી.”
સાઉથ એશિયાના અન્ય એક જજ તેમનાથી પણ વધુ આક્રમક હતા. તેઓ કહે છે કે “વસ્તુ એ છે કે ત્યાં કોઈ વિવિધતા નથી, પરંતુ ફક્ત બ્રાઉન રંગનો ચહેરો હોવો પૂરતો નથી. અમને એવા લોકોની જરૂર છે કે જેઓ રીતે જાણીતા હોય કે તેમને આગળ વધવાની કોઈ મહત્વાકાંક્ષા નથી અને તેઓ નિર્ભય છે.”
તાજેતરની જેડીએફઓ મિનિટમાં કરાયેલી નોંધમાં જ્યુડીશીયલ ઓફિસે સૂચવ્યું છે કે ‘વિવિધતા માટેનો માપદંડ સમાજને બદલે ઉમેદવારોનો ‘પૂલ’ હોવો જોઈએ કે કેમ તે ધ્યાનમાં લેવાની જરૂર છે’.
લો સોસાયટી ડાયવર્સીટી ફોરમનો ભાગ છે, અને તેના ભૂતપૂર્વ પ્રમુખ ડેવિડ ગ્રીને કેટલીક બેઠકોમાં હાજરી આપી હતી. તેમણે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “મહત્વનો મુદ્દો, જુનિયર સ્તર સાથે શું થઈ રહ્યું તે છે? તે પ્રગતિ કેમ નથી કરી રહ્યો? ઘણાં કારણો હોઈ શકે છે. તે વંશીય પૂર્વગ્રહનો મુદ્દો ન હોઈ શકે, પરંતુ પરીક્ષાઓ કરવામાં આવે તેવી એક રીત છે, જે એડવોકસીની કુશળતા પર વધુ ભાર મૂકે છે. કેટલીક રીતે, તે આગળનું સ્તર જે રીતે લેવામાં આવે છે તેની સાથે સંસ્થાકીય ભેદભાવ હોઈ શકે છે.”
શ્રી ગ્રીન ક્રાઉન કોર્ટના જજ કેલી કૌલનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ (એમઓજે), લોર્ડ ચાન્સેલર, રોબર્ટ બકલેન્ડ અને લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ બર્નેટ સામેના તેના કાનૂની કેસમાં છે.
કૌલનો કેસ એવા દાવાઓ પર કેન્દ્રિત છે કે તેણીએ તેમની સામે હાજર થયેલા “અનાદર કરતા, અસ્પષ્ટ, બિનવ્યાવસાયિક અને અસભ્ય” બેરિસ્ટરો વિશે ફરિયાદ કર્યા બાદ વરિષ્ઠ જ્યુડીશીયરીના સભ્યો દ્વારા તેની સાથે છેડતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અભૂતપૂર્વ અને સીમાચિહ્ન સમા આ કેસમાં MoJ, સંમત હતું કે જ્યુડીશીયલ ઓફિસની ફરજ છે કે તે જજની સંભાળ રાખે.
શ્રી ગ્રીને કહ્યું હતું કે “આધુનિક વિશ્વમાં, તે મહત્વનું છે કે કાયદાથી ઉપર કોઈ ન હોય. મને લાગે છે કે મોટાભાગના જજે ખરેખર સ્વીકાર્યું હોત કે જજની સંભાળ રાખવાની મિનિસ્ટ્રીની ફરજ હતી. તે જ્યુડીશીયરીના સભ્યોને કોર્ટની સામે અને એમ્પોલયમેન્ટ ટ્રિબ્યુનલની સામે અધિકારોનો દાવો કરવા માટે આત્મવિશ્વાસ આપે છે.”
અમે જે જજીસ સાથે વાત કરી હતી તેઓ પણ ચિંતિત હતા કે FOI ના પ્રતિભાવે સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે જે ફોરમ ડાયવર્સીટીની ચકાસણી કરવાનો દાવો કરે છે, JDF પાસે BAME સમુદાયનો એક પણ વ્યક્તિ નથી જે કાયદેસર રીતે તાલીમ પામેલો હોય.
જ્યુડીશીયલ ઓફિસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યુડીશીયલ ડાઇવર્સીટી ફોરમનો હેતુ સંબંધિત સંસ્થાઓ અને વ્યવસાયોને સાથે લાવીને ન્યાયતંત્રમાં વિવિધતા વધારવાનો છે. તે દરેક ઘટક સંસ્થા, ન્યાયતંત્ર, એમઓજે, જેએસી અને કાનૂની વ્યવસાયોના નેતાથી બનેલું છે, જે દર્શાવે છે કે દરેક વ્યક્તિગત રીતે વિવિધતાના મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે.”
એક જજે ગરવી ગુજરાતને કહ્યું હતું કે, “તમારું કામ મહત્વનું છે કારણ કે દરેકને લાગે છે કે અમે વિશેષાધિકૃત છીએ. જો તેઓ માત્ર અમારા વ્યવસાયમાં અસ્તિત્વમાં રહેલા બુલીઇંગ, રેસીઝમ અને જાતિવાદને જાણતા હોય, તો
તેમને અમારુ કામ મહત્વનું લાગત નહિં. જનતા સમજી શકતી નથી કે અમારે ન્યાય સમક્ષ કારકિર્દી મૂકી શકે તેવા લોકો પાસેથી પસાર થયેલા આદેશોનું પાલન કરવું પડશે. અમારે સામે દેખાતા લોકોને ન્યાય આપવા માટે સક્ષમ બનવાની જરૂર છે, પણ અમારા દરેક પગલામાં અવરોધ આવી રહ્યો છે.”