JSW ગ્રૂપ અને ચાઈનીઝ ઓટોમોટિવ કંપની SAIC મોટરની માલિકીની MG મોટર ઈન્ડિયાએ ગુરુવારે તેમના સંયુક્ત સાહસની શરૂઆત કરી હતી. આ સંયુક્ત સાહસ ભારતીય બજારનો મોટો હિસ્સો મેળવવા માટે ઈલેક્ટ્રિક અને ઈન્ટરનલ કમ્બશન એન્જિન કારનું ઉત્પાદન કરશે.
JSW MG મોટર ઇન્ડિયા નામના નવા સંયુક્ત સાહસની સ્ટીયરિંગ કમિટીના સભ્ય પાર્થ જિન્દાલે નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું હતું. અગાઉ JSW ગ્રુપે SAIC પાસેથી MG મોટર ઇન્ડિયામાં 35% હિસ્સો ખરીદ્યા હતો.
કંપની ગુજરાતના હાલોલમાં તેનું ઉત્પાદન વધારશે અને મુખ્યત્વે ન્યૂ એનર્જી વ્હિકલ્સ (NEVS)નું ઉત્પાદન કરશે. એમજી મોટર ઈન્ડિયાના ચેરમેન એમેરિટસ રાજીવ ચાબા કહ્યું હતું કે JSW MG મોટર ઈન્ડિયા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ.5,000 કરોડનું રોકાણ કરશે. ચાબાએ જણાવ્યું કે, “અમે આજે જાહેરાત કરી છે કે અમે હાલોલ ખાતે જ અમારા હાલના એકમ પાસે ગુજરાતમાં અમારો બીજા પ્લાન્ટની સ્થાપના કરીશું.”
JSW ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે “અમે દર 3-4 મહિનામાં એક નવી ડિઝાઈનવાળી કાર લોન્ચ કરવા માંગીએ છીએ. આ ઇન્ડિયા મારુતિ મોમેન્ટ બનાવવાનો છે.90ના દાયકામાં, મારુતિ નવી કાર લાવી હતી અને હવે તેમની પાસે 50% બજાર હિસ્સો છે. MG સાથે JSW નવી એનર્જી વ્હીકલ મારુતિ મોમેન્ટ બનાવી શકે છે. નવા એનર્જી વ્હિકલથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થશે.