બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન ગયા અઠવાડિયે મીડિયા સમક્ષ લીક થયેલા ચાન્સેલર શ્રષિ સુનકના એક પત્રથી ગુસ્સે થયા હોવાનું કહેવાય છે. દાવો કરાય છે કે તે પત્રમાં સુનકે આયોજિત સમીક્ષા પહેલા સરળ આંતરરાષ્ટ્રીય કોવિડ-19 મુસાફરીના ધોરણો માટે દબાણ કરી ચેતવણી આપી હતી કે તેઓ અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ધ સન્ડે ટાઇમ્સ અખબારના અહેવાલ અનુસાર, ગુસ્સે થયેલા જૉન્સને જોન્સને લગભગ એક ડઝન અધિકારીઓની હાજરીમાં મીટિંગમાં જણાવ્યું હતું કે “કદાચ તે સમય છે જ્યારે આપણે હેલ્થ માટેના આગામી સેક્રેટરી તરીકે ઋષિને જોશુ. તેઓ સંભવત: ત્યાં ખૂબ જ સારું કામ કરી શકે છે.’’ તેમણે સૂચવ્યું કે ચાન્સેલરને આગામી ફેરબદલમાં બદલી શકાય છે. જોન્સન ઘણી વખત મજાકમાં “ઓફ ધ કફ” ટિપ્પણીઓ કરી દે છે.
ડાઉનિંગ સ્ટ્રીટે “ખાનગી વાતચીત” પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુનકના સાથીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોવિડ-અસરગ્રસ્ત યુકે અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે તેના વર્તમાન સંક્ષિપ્ત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.