સંસદની પ્રિવિલેજ કમિટીએ પહેલાથી જ જૉન્સનને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લઇ લીધો છે એવું મનાઇ રહ્યું છે. આ કમિટીની પ્રામાણિકતાને ખોટી પાડતી જૉન્સનની ટિપ્પણીઓના પરિણામે તેમના નિર્ણયમાં ફેરફાર થવાની અપેક્ષા નથી. વેસ્ટમિન્સ્ટરના કેટલાક લોકોએ તો સૂચવ્યું હતું કે જૉન્સનને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરાઇ શકે છે.
તેઓ સોમવારે તેમના અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા અને ચર્ચા કરવા માટે જૉન્સનને મળ્યા હતા અને તેઓ બુધવારે વહેલી તકે અહેવાલ પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે.