અમેરિકાની અગ્રણી કંપની જહોન્સન એન્ડ જહોન્સન કોરોના વાઇરસની વેક્સીનના ક્લિનિકલ પરીક્ષણને હંગામી ધોરણે અટકાવી દીધું છે. પરીક્ષણ હેઠળના વ્યક્તિ બિમાર પડતા કંપનીએ સોમવારે આ નિર્ણય કર્યો હતો. તેનાથી કોરોના મહામારીની વેક્સીન શોધવાની કામગીરી સામે અવરોધ આવ્યો છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વતંત્ર ડેટા એન્ડ સેફ્ટી મોનિટરી બોર્ડ તથા કંપનીના ક્લિનિકલ એન્ડ સેફ્ટી ફિઝિશિયન્સે આ બિમારીની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું છે. ટ્રાયલમાં આ વિરામ સામાન્ય છે. હજુ તો આ માસની શરૂઆતમાં જ કોરોના વિરોધી રસીની શોધમાં જહોન્સન એન્ડ જહોન્સન કંપનીનું નામ ઉમેરાયું હતું.
આ કંપની એવી ચોથી કંપની છે જેની રસીની ક્લીનીકલ ટ્રાયલ અંતિમ તબક્કામાં હતી. આ પહેલાં કંપનીએ જારી કરેલા રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે વેક્સિન પ્રારંભિક ટ્રાયલમાં કોઇ પ્રતિકૂળ અસર જોવા મળી નહોતી. પરંતુ હવે કંપનીએ ટ્રાયલ અટકાવી દીધી હતી. આ પહેલાં એસ્ટ્રાજેનેકાની રસીની ટ્રાયલ અટકાવી દેવી પડી હતી. આમ અમેરિકામાં જ આ બીજી કંપની છે જેણે પોતાની ક્લીનીકલ ટ્રાયલને અટકાવી દેવી પડી હતી.