જો જોન્સન (Photo by Alex Morton/Getty Images)

યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના 51 વર્ષીય નાના ભાઈ જો જોન્સને અદાણી સાથે લિંક ધરાવતી અને અદાણી એન્ટરપ્રાઈઝ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે સંકળાયેલ યુકે સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ઈલારા કેપિટલ પીએલસીના નોન-એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. ગયા વર્ષે જૂનમાં તેમને નિયુક્ત કરાયા હતા.

ઇલારાએ પોતાની ઓળખ ભારતીય કોર્પોરેટ્સ માટે ભંડોળ એકત્ર કરતા મૂડી બજારના બિઝનેસ તરીકે આપી હતી. તે એફપીઓના બુકરનર્સમાં પણ સામેલ હતી. જૉન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’મને કંપનીની સારી સ્થિતિ, કાનૂની જવાબદારીઓના પાલન અને રેગ્યુલેટર સંસ્થાઓ સાથે સારી સ્થિતિમાં હોવા વિશે ખાતરી આપવામાં આવી છે પણ મેં મારી ડોમેન કુશળતાના અભાવને કારણે પદ છોડ્યું છે. યુકે-ભારત વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધોમાં યોગદાન આપવાની આશા સાથે હું લંડન સ્થિત ભારત-કેન્દ્રિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ઇલારા કેપિટલના બોર્ડમાં જોડાયો હતો. તેને મેં લાંબા સમય સુધી ટેકો આપ્યો હતો.’’

ઇલારાનો એસેટ મેનેજમેન્ટ બિઝનેસ છે અને તેના ચીફ એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડર રાજ ભટ્ટે 2002માં ઇલારા કેપિટલ પીએલસીની સ્થાપના મુખ્યત્વે મૂડી બજારોના બિઝનેસ તરીકે કરી હતી. જેણે “ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ, ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ અને લંડન સ્ટોક માર્કેટ દ્વારા ભારતીય કોર્પોરેટ માટે ભંડોળ ઊભું કર્યું હતું. 2003માં તેના પ્રથમ જીડીઆર ઇશ્યૂથી, ઇલારાએ અનેક ભારતીય કોર્પોરેટ માટે ભંડોળ એકત્ર કર્યું છે. ઇલારાએ ન્યૂયોર્ક, સિંગાપોર, મુંબઇ, અમદાવાદ અને લંડનમાં તેની સંપૂર્ણ લાયસન્સવાળી ઓફિસો દ્વારા અન્ય ઊભરતાં બજારોમાં પણ વૈવિધ્યીકરણ કર્યું છે. આ ભંડોળ ઊભું કરીને, ઇલારા ટૂંક સમયમાં સંપૂર્ણ સર્વિસ ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે વિકસિત થઈ છે.

LEAVE A REPLY