ફેન્ટસી બુક સીરીઝ “હેરી પોટર” લખીને જાણીતા થયેલા લેખીકા જે. કે. રૌલિંગને સાથી બ્રિટિશ લેખક સલમાન રશ્દી પરના હુમલાની નિંદા કર્યા પછી ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રૌલિંગ આ અગાઉ ટ્રાન્સજેન્ડર લોકો પરની ટિપ્પણીઓ માટે ટીકાનો ભોગ બન્યા હતા.
રૌલિંગે શુક્રવારે 75 વર્ષીય રશ્દી પરના હુમલા અંગે એક ટ્વિટ શેર કરી જણાવ્યું હતું કે “ભયાનક સમાચાર. અત્યારે ખૂબ જ સીક લાગે છે. તેમને ઠીક થવા દો.” જેને પગલે એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે “હવે તમારો વારો છે, ચિંતા કરશો નહીં.” તેમણે આ અંગે ટ્વિટરને સંજ્ઞાન લેવા કહ્યું હતું. તેણીએ પછીથી પુષ્ટિ કરી હતી કે પોલીસ હવે આ તપાસમાં જોડાઇ છે.
વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ રૌલિંગ સામેની ધમકીઓની નિંદા કરી હતી.