જૉન્સન એન્ડ જૉન્સન બૂસ્ટર વેક્સીન ઓમિક્રોન માટે હોસ્પિટલમાં દાખલ થવા સામે 85 ટકા રક્ષણ આપતી હોવાનું દક્ષિણ આફ્રિકાના અભ્યાસમાં જાણવા મળ્યું છે.
J&J અથવા જાન્સીન તરીકે ઓળખાતી આ રસીનો સંપૂર્ણ પ્રાથમિક ડોઝ એક જ શૉટમાં આપવામાં આવે છે. તે પછી સીધો બૂસ્ટર ડોઝ આપી શકાય છે. આ રસીને બ્રિટનમાં મે મહિનામાં ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી અને બ્રિટને 20 મિલિયન ડોઝ માટે ડીલ કર્યું હતું. પરંતુ તે તમામ વિકાસશીલ દેશોને દાનમાં આપવામાં આવ્યા હતા.
સાઉથ આફ્રિકન મેડિકલ રિસર્ચ કાઉન્સિલની એક ટીમે 69,000 હેલ્થ કેર કાર્યકરોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. ઓમિક્રોનનું વર્ચસ્વ હતું તે આ રસી લેનાર વર્કરો પર રસીની અસરકારકતા 0-13 દિવસમાં 63 ટકાથી વધીને 14-27 દિવસમાં 84 ટકા અને 1-2 મહિનામાં 85 ટકા થઈ ગઈ હતી.
ઈમ્પીરીયલ કોલેજ લંડને આગાહી કરી હતી કે ફાઈઝર બૂસ્ટર જેબના બે મહિનામાં ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં 80.1 અને 85.9 ટકાની વચ્ચે ઘટાડો કરશે.