જહોન્સન એન્ડ જ્હોન્સન (J&J) ભારતમાં તેની કોરોના વેક્સિનના સ્થાનિક ટ્રાયલ અને ઉત્પાદન માટે ભારતની ફાર્મા કંપની બાયોજિકલ-ઇ સાથે મંત્રણા કરી રહી છે, એમ આ ગતિવિધીથી માહિતગાર સૂત્રે બુધવારે જણાવ્યું હતું.
સરકારના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે J&J ભારતમાં તેની વેક્સિનના ઉત્પાદનનો રસ ધરાવે છે.
સૂત્રે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આ સોદો ફાઇનલ થયો નથી, પરંતુ બાયોજિકલ-ઇ તેની હાલની ભાગીદારીનું વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ અંગે બાયોલોજિક-ઇના પ્રવક્તાએ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
બાયોજિકલ-ઇના મેનેજિંગ ડિરેક્ટરે બુધવારે જણાવ્યું હતું કે તે જે એન્ડ જેની વેક્સિનના વાર્ષિક 600 મિલિયન ડોઝનું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરવા માગે છે. ભારતમાં હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રેઝેનેકાની વેક્સિન તથા ભારત બાયોટેકની વેક્સિન મારફત રસીકરણ અભિયાન ચાલે છે. વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક દેશમાં રશિયાની સ્પુનિક-વી, કેડિલા હેલ્થકેરની ઝાયકોવ-ડી અને નોવેક્સ પ્રોડક્ટ્સની પણ તૈયારી ચાલી રહી છે.