શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક આધ્યાત્મિક નેતા HDH આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને તેમની સાથે પધારેલા અગિયાર સંતોનું શનિવાર 3જી જૂન 2023 ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે વિશ્વ વિખ્યાત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુકેની મુલાકાત બાદ તેઓ નોર્થ અમેરિકાના પ્રવાસે રવાના થશે.
ઑક્ટોબર 2022માં ‘જ્ઞાન મહોદધિ’નું બિરૂદ મેળવનાર આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિ યદાસજી સ્વામીજી મહારાજના સ્વાગત માટે મંદિરના મેદાનમાં હજારો લોકો એકત્ર થયા હતા અને કેટલાકે તો તેમના સ્વાગત માટે ઘણા માઈલની મુસાફરી કરી હતી.
પર્યાવરણને અનુકૂળ બાંધકામ અને આધુનિક ટેકનોલોજી સાથે નિર્માણ પામેલા આ મંદિરને વિશ્વના પ્રથમ ‘ઇકો-ટેમ્પલ’ તરીકે માન્યાતા અપવામાં આવી છે અને અન્ય પ્રતિષ્ઠિત સન્માન અને અવોર્ડ પણ એનાયત કરાયા છે. તથા આ મંદિરની વિશ્વનું સૌ પ્રથમ કોવિડ-19 વેક્સીનેશન શરૂ કરનાર હિન્દુ મંદિર તરીકે સરાહના કરવામાં આવી છે. જ્યાં 40,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી.