કરણ જોહરે પોતાની નવી ફિલ્મમાં જાન્હવી કપૂરને તક આપી છે. આ ફિલ્મનું દિગ્દર્શન બોમન ઇરાનીનો પુત્ર કાયોઝ કરવાનો છે. ઘણા સમયથી કરણની ઇચ્છા જાહ્નવી સાથે ફિલ્મ કરવાની હતી. અગાઉ તેણે દોસ્તાના ટુ અને મિસ્ટર લેલે બનાવાનો વિચાર કર્યો હતો જેમાં તે જાહ્નવીને જ મુખ્ય અભિનેત્રી તરીકે લેવાનો હતો. પરંતુ કરણની આ બંને ફિલ્મો અટકી ગઇ હતી. આ એક લાગણીશીલ ફિલ્મ હશે.
સૂત્રો કહે છે કે, આ ફિલ્મમાં જાહ્નવી સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અથવા વરુણ ધવનને સાઇન કરે તેવી શક્યતા છે. પરંતુ હજુ સુધી ફક્ત જાહ્નવીનું જ નામ નક્કી થયું છે. કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરમાં કાયોઝ ઇરાની એક ખાસ ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ પછી તેણે દિગ્દર્શન કરવાનું પસંદ કર્યું હતું. તેણે ધર્મા પ્રોડકશનની એક ટૂંકી ફિલ્મ અજીબ દાસ્તાનું ડાયરેક્શન કર્યું હતું. તેનું કામ જોયા પછી કરણે તેને હવે ફીચર ફિલ્મની સુકાન હાથમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ એક સ્ટ્રોન્ગ ઇમોશનલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે, જે કાયોઝ ઇરાનીની કારકિર્દી માટે એક સારી તક સાબિત થશે.