ઇન્ડિયા-યુએસ બિઝનેસ સમિટ દરમિયાન કોંગ્રેસમેન રો ખન્નાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમેરિકા એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે ભારત સાથે GE એન્જિનનો સોદો કરવામાં આવે જેથી તેઓ યુરોપના પડકારોનો સામનો કરી શકે.

તેમણે કહ્યું કે, ભારતને સમજાયું છે કે સોવિયેત લશ્કરી સાધનો પણ કામ કરતા નથી અને સોવિયત યુનિયન ચીન તરફ ઢળી રહ્યું છે, અને ભારત હકીકતમાં અમેરિકા સાથે મજબૂત સંબંધ બનાવવા માટે ખુલ્લું મન ધરાવે છે.
” ભારત જેટ એન્જિન ઇચ્છે છે અને પ્રથમ બાબત એ સુનિશ્ચિત કરવાની છે કે ડીલ થઈ જાય, આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અગાઉ તે થઇ જાય અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. અમે એ સુનિશ્ચિત એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વડાપ્રધાન મોદી અમેરિકન કોંગ્રેસ સાથે વાત કરે. સ્પીકરને તેમને આમંત્રણ આપે તે માટે અન્ય સહ-ચેરમેનને વિનંતી કરવામાં આવશે. આપણે સંરક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનવાની જરૂર છે, અને તેના માટે આ યોગ્ય સમય છે.”

તેમણે બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને આર્થિક સંબંધો પર જણાવ્યું હતું કે, “સતત પ્રયાસ કરવાની જરૂર છે. હું માનું છું કે હકીકત એ છે કે ભારત, એશિયન બજાર માટે એશિયામાં મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી શકે છે. મારા જિલ્લામાં એપલ જેવી કંપનીઓ ચીનમાંથી બહાર નીકળીને, ભારતમાં, બેંગ્લોરમાં જઈને, અને ત્યાં એપલ સ્ટોર્સ ખોલી રહી છે. મેં કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન કરવા અને ફરીથી સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કર્યા છે.”

LEAVE A REPLY