એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન કંપની જેટ એરવેઝ દેવાના બોજ તળે બંધ થઈ ગઈ હતી. આજે ત્રણ વર્ષ પછી નવા મેનેજમેન્ટ હેઠળ આ કંપનીએ દિલ્હી – મુંબઈ – દિલ્હી વચ્ચે પ્રથમ ઉડ્ડયન કરી મુસાફરોને પ્રવાસ કરાવાયો હતો.કંપની બીજી સેવા દિલ્હી – હૈદરાબાદ – દિલ્હી વચ્ચે શરૂ કરશે. મુસાફરો સાથે ફલાઇટ શરૂ કરવાની પરવાનગી ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ એવીએશને આપી દીધી છે.
6મે 2022ના રોજ એરલાઇને મોકલેલા પત્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિક્યોરિટી ક્લિયરન્સને બહાલી આપી છે. આ પત્રમાં જણાવાયું છે કે શિડ્યુલ્ડ ઓપરેટર પરમિટ માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું છે.