ડોક્ટરોએ ગાંઠના કારણે ‘ચિંતા કરવા જેવું કંઈ નથી’ એમ કહ્યું હોવા છતાં બોલ્ટનની 21 વર્ષની સ્ટુડન્ટ ટીચર જેન્ના પટેલનું ગયા વર્ષે જુલાઈમાં ઇવિંગ સાર્કોમાના કારણે મૃત્યુ થયું હતું.
તેણીએ શાળામાં વર્ક એક્સપીરીયન્સ દરમિયાન પોતાના ખભા પર ગાંઠ જોઇ હતી. પરંતુ એક જીપીએ તેણીને કહ્યું હતું કે “ચિંતા કરવા જેવું કંઈ નથી.” પરંતુ ગાંઠ વધવા લાગતા જેન્ના ચિંતિત થઈ હતી. પરંતુ કમનસીબે તેનું કેન્સર તેના ફેફસામાં ફેલાઈ ગયું હતું અને ચિકિત્સકો કશું કરી શક્યા ન હતા.
તેના ભાઈ લિયામે કહ્યું હતું કે “જેન્ના હંમેશા ખાતરી કરતી હતી કે બધા હેમખેમ રહે. તે હર હંમેશ હસતી રહેતી. એક દિવસ તેણે મને ખભા પર થોડી ગાંઠ હોવાનું જણાવ્યું હતું. મેં તેને તપાસ કરાવવા કહ્યું હતું. ડૉક્ટરે તેને ‘ચિંતા કરવાની કોઈ વાત નથી, અમને લાગે છે કે તે એક ફોલ્લો છે’ એમ જણાવ્યું હતું. પરંતુ તે ગાંઠ વધતા થોડા વધુ ટેસ્ટ કરાવતા અમને જાણવા મળ્યું હતું કે સ્થિતી ખરાબ છે. પરંતુ કમનસીબે તેનું મરણ થયું હતું.’’
જેન્નાની યાદમાં ઇવિંગ સરકોમા રોગ અંગે જાગૃતી વધારવા લિયામે ગો ફંડમી વેબ પેજ ઉપર લોકોને દાન આપવા એક અપીલ કરી છે. જેમાં અજ સુધીમાં 172 લોકોએ £9,270નું દાન કર્યું છે. આ રકમ Ewing’s Sarcoma Research Trustને અપાશે.
જેન્નાના અંતિમ સંસ્કાર શનિવારે તા. 28 મેના રોજ સવારે 10 વાગ્યે ઓવરડેલ ક્રિમેટોરીયમ, વેસ્ટ ચેપલ, ઓવરડેલ ડ્રાઇવ ખાતે કરાયા હતા.