ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના ગણાતા જેમ્સ એન્ડ જ્વેલરી શો સુરત સ્પાર્કલ 2021 એક્ઝિબેશનનું 20-22 ફેબ્રુઆરીએ આયોજન થશે. સુરત સ્પાર્કલ 2021 ગુજરાતનું સૌથી મોટું જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન છે, જે જેમ્સ એન્ડ જ્વેલરીના લેટેસ્ટ ટ્રેન્ડ દર્શાવવાનું આદર્શ પ્લેટફોર્મ છે. આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં યોજવા અંગે ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના એક્ઝિબિશન સ્પાર્કલમાં પ્રથમ વખત 50થી વધુ સ્ટોલમાં સિન્થેટિક ડાયમંડનું પ્રદર્શન યોજવામાં આવશે.
આ અંગે ચેમ્બરના અધિકારીઓએ જણાવ્યું હતું કે કે હાલ કોરોનાની સ્થિતિને જોતાં એક્ઝિબિટર્સને સારો પ્રતિસાદ મળી રહે એ માટે સ્પાર્કલનું આયોજન ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરી-2021માં કરવાનું આયોજન કરાયું છે. કોરોનાની ઉત્પત્તિ પછી વિવિધ દેશોમાં થતા જેમ એન્ડ જ્વેલરી શો ઓનલાઈન થઈ ચૂક્યા છે, ત્યારે ચેમ્બરનો સ્પાર્કલ એક્ઝિબિશન પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં 200થી વધુ સ્ટોલ્સ હશે.