સપરિવાર યુકે આવી કોવેન્ટ્રી સ્થાયી થયા હતા. સાહસીક સ્વભાવના કારણે તેમણે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, નેપાળ, સિંગાપોરની યાત્રાઓ કરી હતી અને તેઓ દર વર્ષે ભારતની યાત્રાએ જતા હતા. તેમનો ખોરાક, વિવિધ સંસ્કૃતિઓ અને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને જંગલી પ્રાણીઓ જોવાનું ખૂબ જ પસંદ હતું. તેઓ ઘણીવાર ગામના પરિવારોને હિપ્પો, ગેંડા અને જિરાફ જોવા લઇ જતા હતા.
WWFના સમર્થક જયંતિલાલ લોહાણા ઉપરાંત ગુજરાતી સમાજના અગ્રણી હતા અને તેમના અપાર જ્ઞાન અને અનુભવનો લાભ, ટેકો અથવા માર્ગદર્શન લેવા લોકો તેમની પાસે આવતા હતા. તેમણે સમાનતા અને દયાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હતા અને ભારપૂર્વક કહેતા કે ધર્મ અથવા રંગને ધ્યાનમાં લીધા વિના, આપણે બધા માનવ છીએ તે સમજો. આજે તેઓ ધરતી પર નથી ત્યારે તેમના વિના તેમના પરિવારજનો જ નહિં, મિત્રો, સંબંધીઓ અને જ્ઞાતિજનોમાં એક વિશાળ શૂન્યતા છવાઇ ગઇ હતી.
પરિવારના બાળકો તેમની પાસેથી નિઃસ્વાર્થતાનો સૌથી શ્રેષ્ઠ પાઠ શિખ્યા હતા. દાન પ્રત્યેની તેમની નિષ્ઠા અપાર હતી. તેમના માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું જેથી તેમણે પોતાના પેન્શનનો ઉપયોગ ભારતના યુવાનોના અભ્યાસની ફી ચૂકવવા અને ટેકો આપવા કર્યો હતો. તેઓ સમુદાય, કુટુંબ, ન્યાય અને સત્યમાં માનતા નેતા હતા. તેઓ આ પ્રકારની છેલ્લી વ્યક્તિ હતા જેનો સૌ, સદાયને માટે યાદ કરશે. તેમણે ઘણા લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો અને તેમની સકારાત્મકતા અને ઉત્સાહી સેવા માટે તેઓ લોકોમાં પ્રિય થયા હતા.
તેમના આત્માની શાંતિ અર્થે ગણાત્રા પરિવાર દ્વારા ઝૂમ સેશન અને શ્રી કૃષ્ણ મંદિર, કોવેન્ટ્રી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જ્યારે અંતિમ સંસ્કાર 23મી નવેમ્બરના સંપન્ન થયા હતા.
જયંતિલાલના પિતા શ્રી કાકુભાઇ યુગાન્ડન રેલ્વેમાં કામદાર તરીકે 1890ના દાયકાના અંતમાં કેન્યા ગયા હતા અને રેલ્વે પૂર્ણ થયા પછી દેશમાં રહેવા માટે 10,000થી ઓછી વ્યક્તિઓમાંના એક હતા. તેઓ અને જયંતિલાલ પાછળથી પરિવારના સામાન્ય વેપાર વ્યવસાયમાં જોડાયા હતા હાલ પણ તેમનો પરિવાર કોવેન્ટ્રીમાં કોર્નર શોપ ધરાવે છે.
તેમના પિત્ર નીતિન ગણાત્રાએ ટિમ બર્ટનની ફિલ્મ ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરીમાં પ્રિન્સ પોંડિચેરી તરીકે, ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસમાં ખોલી સાબ તરીકે, ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસિસમાં હારુન તરીકે અને મુંબઈ કૉલિંગમાં દેવ રાજા તરીકે અભિનય કર્યો હતો. બીબીસીની વિખ્યાત ઇસ્ટ એન્ડર્સ સીરીયલ દ્વારા તેઓ પ્રકાશમાં આવ્યા હતા.
જયંતિભાઇ ધર્મપત્ની શ્રીમતી મંગળાબેન ગણાત્રા, સંતાનો ધીરેન્દ્ર, મહેશ, અંજના અને નીતિન અને તેમના વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.