જયા ભાદુરી બચ્ચન ઘણા લાંબા સમયથી અભિનયથી દૂર છે. તેઓ હવે ફરી એક વખત એકટિંગની દુનિયામાં પરત આવી રહ્યા છે. જોકે તે સિનેમાના પડદે નહીં પરંતુ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. તેઓ એક વેબ સીરિઝ- સદાબહાર માટે કામ કરવા તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે, જયા બચ્ચન પાંચ વર્ષ અગાઉ કરીના કપૂર અને અર્જુન કપૂરની કી એન્ડ કા ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે 2016માં રિલીઝ થઇ હતી.
સૂત્રો કહે છે કે, જયા બચ્ચને તો આ વેબસીરિઝનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ કર્યું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને અટકાવવું પડ્યું હતું. હવે આ વેબસીરીઝની ટીમએ તાજેતરમાં બે સીકવન્સનું શૂટિંગ કર્યું છે. કોરોના પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખીને શોનું શૂટિંગ બાયોબબલમાં યૂનિટના ફક્ત 50 લોકો વચ્ચે જ કરવામાં આવ્યું હતું. જોકે આ વેબીસીરીઝ વિશે વધુ માહિતી મળી નથી તેમજ જયા બચ્ચનના રોલ વિશે પણ કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તેમની ભૂમિકા દમદાર જ હશે.