હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદની આડકતરી રીતે તાલિબાન સાથે સરખામણી કરીને તાજેતરમાં વિવાદ ઊભો કરનારા બોલિવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે હવે નવો રાગ આલોપ્યો છે.
જાવેદ અખ્તરે શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખીને સ્પષ્ટતા આપી હતી. આ લેખમાં તેમણે હિન્દુને દુનિયાના સૌથી સભ્ય અને સહિષ્ણુ બહુમતી ગણાવી છે.તાલિબાનના શાસનવાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે ક્યારેય કરી શકાય નહીં. તેમણે ભારતીયને નરમ વિચારધારા વાળા ગણાવ્યા છે.
જાવેદ અખ્તરે લખ્યું કે હું મારી વાતને વારંવાર બેવડાવું છે અને એ વાત પર જોર આપું છે કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન જેવું બની શકતુ નથી, કારણ કે ભારતીય લોકો સ્વભાવથી ચરમપંથી નથી. અખ્તરે આગળ લખ્યુ કે તેમના ટીકાકાર આ વાતથી નારાજ છે કે તેમણે તાલિબાન અને દક્ષિણપંથી હિંદુ વિચારધારામાં કેટલીક સમાનતાઓ ગણાવી છે. તેમણે લખ્યુ કે આ વાત સાચી છે કે કેમ કે તાલિબાન ધર્મના આધારે ઈસ્લામિક સરકારની રચના કરી રહ્યુ છે. હિંદુ દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્ર ઈચ્છે છે. તાલિબાન મહિલાઓના અધિકારો પર રોક લગાવવા અને તેમને બાજુમાં ધકેલવા ઈચ્છે છે. હિંદુ દક્ષિણપંથીઓએ પણ એ સ્પષ્ટ કરી દીધુ છે કે તે મહિલાઓ અને છોકરીઓની વસતીના પક્ષમાં નથી.