ભારતીય ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ પુત્રના જન્મ માટે જ એશિયા કપની સોમવારની મેચમાંથી રજા લઈ મુંબઈ આવ્યો હતો.
ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સોશ્યલ મીડિયા પર પત્ની સંજના સાથે પુત્ર અને પોતાના હાથની એક ફોટો શેર કર્યો છે. જસપ્રીત અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ રાખ્યું છે. બુમરાહે આ ફોટો શેર કરતા લખ્યું, ‘ અમારી નાનકડી ફેમિલી જરાક મોટી થઇ ગઈ છે. અમે ખુબ જ ખુશ છીએ, આજે સવારે અમે અમારા પુત્રનું સ્વાગત કર્યું. અંગદ જસપ્રીત બુમરાહ. અમે સૌ ખુબ જ ખુશ છીએ.‘